GSTV

સુપરસ્ટાર હિરોઈનની કારકિર્દી પાટા પરથી ઊતરી ગઇ : નથી મળી રહી ફિલ્મો, આ છે કારણ

Last Updated on January 11, 2019 by Karan

કેટરિના કૈફની કારકિર્દી પાટા પરથી ઊતરી ગઇ છે. તે  સતત ફ્લોપ ફિલ્મોને કારણે તેને હવે ફિલ્મો મળવાની બંધ થઇ ગઇ છે. તેથી તેનો ખાસ મિત્ર સલમાન ખાન ફરી એનીવહારે આવ્યો છે. તેને ફિલ્મમાં કામ અપાવવા માટે સલમાને આદિત્ય ચોપરાને ટાઇગરની સિકવલ બનાવાની ભલામણ કરી છે.

છેલ્લા પાંચ વરસમાં કેટરિનાએ એક પણ હિટ ફિલ્મ આપી નથી

છેલ્લા પાંચ વરસમાં કેટરિનાએ એક પણ હિટ ફિલ્મ આપી નથી. તેથી તેને નવી ફિલ્મોની ઓફર મળતી બંધ થઇ ગઇ છે. રેમો ડિસોઝાની ફિલ્મ પણ તેણે તેના કરતાં વરુણની ફી વધુ હોવાથી છોડી દીધી છે. ૨૦૧૩માં ‘ધૂમ-૩’ની સફળતા બાદ કેટરિનાની  ‘ટાઇગર જિન્દા હૈ’ ફિલ્મ હિટ થઇ છે. જેમાં પણ તેની સાથે સલમાન ખાન હતો. આ બાદ તેની ‘બેંગ બેંગ,ફેન્ટમ, ફિતુર, બાર બાર દેખો , જગ્ગા જાસૂસ અને ઠગ્સ ઓફ હિંદુસ્તાન ફ્લોપ નીવડી  છે.

હાલ કેટરિના ફિલ્મ ‘ભારત કરી રહી છે.

હાલ કેટરિના ફિલ્મ ‘ભારત કરી રહી છે. પરંતુ પછી તેની પાસે કોઇ ફિલ્મ નથી. તેથી સલમાન ખાને યશરાજ ફિલ્મસના કર્તાધર્તા આદિત્ય ચોપરાને ટાઇગરની સિકવલ બનાવાની ભલામણ કરી છે. જો બધુ સમુસૂથરું પાર પડશે તો કેટરિના કૈફની કારકિર્દી બચાવવા આદિત્ય અને સલમાન જલદી જ સિકવલની ઘોષણા કરશે.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!