બોલિવૂડની એક્ટ્રેસ કેટરિના કેફ અત્યારે મેક્સિકોમાં રજાઓ માણી રહી છે. તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખાસ કરીને એ ફોટામાં જેમાં કેટરિના સ્માર્ટ મલ્ટી કલરની બિકિની પહેરેલી જોવા મળી છે. કેટરિનાના આ ફોટા જોઈને ફેન્સ ઘણા વખાણ કરી રહ્યા છે.
સેલેબ્સ તેની આ સ્ટાઈલથી ઘણા ઈમ્પ્રેસ છે. મનીષ મલ્હોત્રાએ કેટરિનાના આ ફોટા પર બે દિલ બનાવીને વખાણ કર્યા છે. ફરહાએ તો તેના 12 વર્ષની નાની છોકરી બતાવી છે. ફરહાને લખ્યું કે, આ ફોટામાં તું 12 વર્ષની છોકરી લાગી રહી છે, સો સ્વીટ.

જોયા અખ્તરે લખ્યું ખુશ છોકરીઓ સૌથી ખૂબસૂરત છોકરીઓ હોય છે. મિનિ માથુરે લખ્યું, કેટલો ખુશ ફોટો છે આ. હવે સેલેબ્સથી અલગ કંઈક ફેન્સની વાત કરીએ તો કેટરિના નામથી ઈન્સ્ટાગ્રામ ચલાવી રહેલી એક ફેન્સે કહ્યું કે, મેમ તમારી સ્માઈલ જોઈને મારો આખો દિવસ સારો જાય છે, માય લવ.
તો એક યુઝર્સે કહ્યું કે તમે હંમેશાં ખુશ રહો. તમારા ચહેરા પર આ સ્માઈલ બહુ જ સુંદર લાગે છે અને અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ. કેટરિનાના એક ફેને લખ્યું, ખાલી કેટરિના કેફ જ બીચ સાઈડ ફોટોમાં સારી લાગી રહી છે, હંમશાં આ રીતે આગળ વધતી રહો. કેટરિનાના વર્કની વાત કરીએ તો રોહિત શેટ્ટીની સૂર્યવંશીમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મ 2020માં પડદા પર આવશે.
Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન