Video: ZEROની સ્ટોરીમાં છુપાયેલી છે કેટરિના-રણબીરના બ્રેકઅપની કડવી હકીકત

બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો આખરે રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં કિંગ ખાન એક વહેંતિયાના કિરદારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં છે. જો કેટરિના કૈફના કિરદાની વાત કરીએ તો કેટ ફિલ્મમાં બબીતા કુમારીની ભુમિકામાં છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર, ફિલ્મ ઝીરોમાં કેટરિનાના અસલ જીવનની ઝલક દર્શકોને જોવા મળી. ઝીરોમાં કેટરિનાનું પાત્ર તેના જ જીવનના તે દોર પર આધારિત છે ત્યારે તેનું બ્રેકઅપ થયું હતું. તે બાદ કેવી રીતે તેણે હિંમત દાખવતાં પોતાની જાતને સંભાળી હતી. તેને ફિલ્મ પડદે દર્શાવવામાં આવ્યું છે.

જણાવી દઇએ કે કેટરિના કૈફ એક એક્ટ્રેસનો રોલ પ્લે કરી રહી છે. તાજેતરમાં જ રીલીઝ થયેલા સૉન્ગ ‘હીર બદનામ’ તમને યાદ હશે તો તમે સમજી જશો કે તે નશા અને ડિપ્રેશન સામે ઝઝૂમતી જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે રિયલ લાઇફમાં કેટરિનાનું રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયું હતું, તે દરમિયાન તેની હાલત કંઇક આવી જ હતી. ફિલ્મમાં રણબીર કપૂરની ભુમિકા બોલીવુડ એક્ટર અભય દેઓલે નિભાવ્યો છે.

આશરે 5 વર્ષ સુધી રણબીર અને કેટરિના રિલેશનશીપમાં રહ્યા. તેમના લગ્ન પણ નક્કી થઇ ગયા હોવાની ખબરો આવી હતી. પરંતુ સમયની સાથે તેમની વચ્ચે અંતર આવી ગયું અને તેમણે અલગ થવાનો નિર્ણય લીધો. જ્યારે તેમનું બ્રેકઅપ થયું ત્યારે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેન્સ આ ખબરથી દંગ રહી ગયા હતા.

જણાવી દઇએ કે રણબીર કપૂર હાલ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે જ્યારે કેટરિના કૈફ પોતાની સિંગલ લાઇફ એન્જોય કરી રહી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter