GSTV

Video: કોરોનાના કારણે સ્ટાર્સની થઇ ગઇ આવી હાલત, કેટરિનાએ ઘસ્યા વાસણ તો હિનાનો આવ્યો પોતુ મારવાનો વારો

video

Corona વાયરસે ઝાકઝમાળમાં રહેતા સ્ટાર્સની લાઇફસ્ટાઇલ જ જાણે કે બદલી નાંખી છે. જે સ્ટાર્સ પાસે પોતાના બિઝી શિડ્યુલ વચ્ચે પોતાના કે પોતાના પરિવાર માટે થોડો સમય કાઢવો મુશ્કેલ હોય છે ત્યાં આજે તેમની પાસે ફુરસત જ ફુરસત છે. કોઇ ઘરમાં કબાટ સાફ કરી રહ્યું છે તો કોઇ એક્સરસાઇઝ પર ધ્યાન આપી રહ્યું છે. તેવામાં સૌથી મજેદાર અને ચોંકાવરનારી વાત એ છે કે આજકાલ આ સેલેબ્સના ઘરે કામ કરતી મેડ રજા પર છે. હકીકતમાં Coronaના ડરથી તમામ સ્ટાર્સે પોતાની મેડને રજા આપી દીધી છે. તેવામાં આજનો દૌર એવો પણ છે કે બહારથીખાવાનું પણ ન મંગાવી શકાય. આ જ કારણે આપણા સેલેબ્સ કિચનમાં ધૂસી ગયા છે અને પોતે જ બધુ કામ જાતે કરી રહ્યાં છે.

કેટરિનાએ આ Video શેર કરીને આપી વાસણ ઘસવાની ટિપ્સ

બોલિવુડની ચિકની ચમેલી કેટરીના કૈફ પણ આ દિવસોમાં ઘરનાં કામો કરી રહી છે. કોરોનાનાં કારણે બોલિવુડ સેલિબ્રિટિઝ પણ ઘરમાં રહી સમય વિતાવી રહ્યા છે ત્યારે પોતાનાં ફેન્સને તેઓ સોશિયલ મીડિયા પર પોતાની દરેક અપડેટ્સ આપી રહ્યા છે. જ્યાં કેટરીનાએ વાસણ ધોતો Videoશેર કર્યો છે.

  • હીના ખાને શેર કર્યો ફની Video
  • કોરોનાનાં કારણે ઘરમાં જ સમય વિતાવી રહ્યાં છે
  • કેટરીના કૈફ ધોઈ રહી છે વાસણ
  • સોશિયલ મીડિયા પર અપડેટ કર્યા કેટરીનાએ ફોટોગ્રાફ
  • કોરોના ઈફેકટસનાં કારણે ઘરમાં સમય વિતાવી રહ્યા છે સિતારાઓ


આ Videoમાં જોઇ શકાય છે કે કેટરિના વાસણ ધોઇ રહી છે અને તેના સિંકમાં પાણી ભરાઇગયું છે. તેણે પહેલા વાસણોને તેમા સાફ કર્યા અને તે બાદ તેણે ડિશ વૉશર યુઝ કર્યુ. તે બાદ કેટરિનાએ વાસણને સાફ પાણીથી ધોયા અને સાઇડમાં મુકી દીધાં.

વાયરલ થયો હિનાનો આ ફની Video

આ દિવસોમાં બોલિવુડ અને ટીવી સેલિબ્રિટીઝ પણ કોરોનાનાં કારણે ઘરે જ સમય વિતાવી રહ્યા છે. ત્યારે ટીવી અને બોલિવુડ એકટ્રેસ હીના ખાને એક ફની Video શેર કર્યો છે.જ્યાં તે ઘરનાં કામ કરતી નજર આવી રહી છે.

View this post on Instagram

#NoOneInNoOneOut since we have stopped calling our domestic help due to Covid-19.. Mommy says (Ab khud Kaam karo, I will only cook) And This video is for one purpose only, entertainment entertainment entertainment for us and you all. A tribute to mine and all the mothers out there who do all the house chores day in and day out without a complaint. And being a creative person with a lot of free time .. I will make sure that I keep you guys entertained even if I am quarantined.. #NoVirusCanStopCreativity this is my take with a lil tadka of entertainment on how we should help them in these times specially because now we’re home and well rested.. Also made me realise how difficult it is and yet she does it with perfection and in ease every single day.

A post shared by HK (@realhinakhan) on

Videoમાં જોઇ શકાય છે કે કેવી રીતે હિના ખાનની મા ઘરના તમામ સભ્યોને કામ કરવાની સલાહ આપી રહી છે. હિના એક ખૂણામાં પોતુ મારતી નજરે આવી રહી છે અને તે થાકીને બેસી જાય છે. ત્યાં તે મા આવે છે અને હિના ફટાફટ પોતુ મારવા લાગે છે. હિનાનો આ ફની Video ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

Read Also

Related posts

સેક્સ વર્કર્સ માટે આફત બનીને આવ્યો corona : ગ્રાહકો ન મળતાં ખાવાના ફાંફા, હાલત કફોડી

Bansari

ખેડુતો આનંદો! કેન્દ્ર સરકારનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લીધો મહત્વનો નિર્ણય

pratik shah

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કોરના વાયરસથી મોત થાય તો આ સહાય કરાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!