કેટરિના કૈફના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા ૭૦ મિલિયન થઇ ગઇ છે. પોતાની આ ખુશી અભિનેત્રીએ એક તસવીર શેર કરીને જણાવી છે. આ સાથે જ કેટરિના હવે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટની હરોળમાં આવી ગઇ છે જેમણે ઇન્સ્ટાગ્રામ પર ૭૦ મિલિયન ફોલોઅર્સથી વધુ સંખ્યા મેળવી છે.

કેટરિનાએ સુંદર બિગ સ્માઇલ સાથે પોતાની તસવીર શેર કરી છે. તેણે પોતાના ફોલોઅર્સને ઇન્સ્ટા ફેમિલિ ગણાવ્યા છે. તેના ફોલોઅર્સે તેને આ બાબતે વધામણી આપી છે. તસવીરમાં કેટરિના સફેદ ટી શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળે છે. તે પોતાના ઘરમાંથી પોઢ આપી રહી છે.તસવીરમાં તે ક્લિકિંગ પોઝમાં જોવા મળે છે.તેમજ તેના ચહેરા પર પણ સુંદર બિગ સ્માઇલ છે, તે પોતાના ફોલોઅર્સને આ સમાચાર જણાવતા આનંદ વ્યકત કરી રહી હોવાનુ જોવા મળે છે.
કેટરિનાએ તસવીર સાથે શેર કરતાં લખ્યું છે કે,તેણે આઇઝ ઇમોજી મુકીને ૭૦ મિલિયન લખ્યું છે. તેણે આ સાથે કેમેરા અને સફેદ ઇમોજીસ પણ મુક્યા છે. આ ઉપરાંત તેણએ ઇન્સ્ટા ફેમિલિ તરીકે ઉલ્લેખ કર્યો છે. આ માટે તેને ઝોયા અખ્તર, દિગ્દર્શક વિજય ગાંગુલીએ તેને વધામણી આપતાં ઇમોજી શેર કર્યા છે. તો વળી તેના ફોલોઅર્સે પણ તેને વધાવીને તેના આનંદમાં વધારો કર્યો છે.
READ ALSO
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ
- Bharat Jodo Yatra / રાહુલની યાત્રાના સમાપનમાં મોટા વિપક્ષી નેતા ગેરહાજર
- શા માટે જીતીને પણ ચિંતિત છે આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ કોણ પડી રહ્યું છે ભારે
- અદાણીના શેરમાં મોટા ઘટાડા બાદ પણ એલઆઇસીને થયો 26 હજાર કરોડનો નફો, વીમા કંપનીએ જ આપી માહિતી