GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ઓસ્ટ્રેલિયાની ટિટમસે ૪૦૦ મીટર ફ્રિસ્ટાઈલમાં લેડેકીની ગોલ્ડન રન અટકાવી

ઓસ્ટ્રેલિયાની ૧૮ વર્ષીય સ્વિમર એરીયરને ટિટમસે અમેરિકાની લેજન્ડરી સ્વિમર કેટી લેડેકીની ગોલ્ડન રનને અટકાવતા વર્લ્ડ સ્વિમિંગ ેચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટરની ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ટિટમસે ભારે રોમાંચક મુકાબલામાં લેડેકીને ૧.૨૧ સેકન્ડના અંતરથી હરાવી હતી. આ સાથે લેડેકીને તેની કારકિર્દીમાં પહેલી વખત ૪૦૦ મીટર ફ્રિસ્ટાઈલની ઈવેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં હારનો સામનો કરવો પડયો હતો. નોંધપાત્ર છે કે, લેડેકીએ ૨૦૧૩ થી લઈને અત્યાર સુધી આ ઈવેન્ટમાં ત્રણ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા. 

ટિટમસે ૩ મિનિટ અને ૫૮.૭૬ સેકન્ડમાં રેસ પુરી કરી હતી. જ્યારે લેડેકી ૩મિનિટ અને ૫૯.૯૭ સેકન્ડ સાથે બીજા અને અમેરિકાની જ લેહ સ્મિથ ૪ મિનિટ અને ૦૧.૨૯ સેકન્ડ સાથે ત્રીજા ક્રમે રહી હતી. ચીનના સુન યાંગે પુરુષોની ૪૦૦ મીટરની ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં રેકોર્ડ ચોથો ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ચાઈનીઝ સ્વિમર યાંગે ૩ મિનિટ અને ૪૨.૪૪ સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના હોર્ટને ૩ મિનિટ અને ૪૩.૧૭ સેકન્ડ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે ઈટાલીના ગેબ્રિયેલે ડેટ્ટીને ૩ મિનિટ અને ૪૩.૨૩ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 

કાઈલેબ ડ્રેસેલ, બ્લેક પાઈરોની, ઝેક ઍપલ અને નેથન એડ્રિનની ટીમે ૩ મિનિટ અને ૯.૦૬ સેકન્ડના સમય સાથે પુરુષોની ૪ બાય ૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલ રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે રશિયાને ૩ મિનિટ અને ૯.૯૭ સેકન્ડના સમય સાથે સિલ્વર અને ઓસ્ટ્રેલિયાને ૩ મિનિટ અને ૧૧.૨૨ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. મહિલાઓની ૪ બાય ૧૦૦ મીટરની ફ્રિ સ્ટાઈલ રિલેમાં બોરન્ટે કેમ્પબેલ, બ્રિએન્ના થ્રોસેલ, ઈમા મેક્કેઓન તેમજ કેટ કેમ્પબેલની ઓસ્ટ્રેલિયન ટીમે ૩ મિનિટ અને ૩૦.૨૧ સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે અમેરિકાને ૩ મિનિટ અને ૩૧.૦૨ સેકન્ડ સાથે સિલ્વર તેમજ કેનેડાને ૩ મિનિટ અને ૩૧.૭૮ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 

READ ALSO

Related posts

જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાંટ વેચવાનું કથિત કૌભાંડ, ઓડિયો ક્લીપ થઈ વાઈરલ

Nilesh Jethva

શું દેશવાસીઓની ઈંતજારી થશે ખતમ ? નિષ્ણાંતોએ મોદી સરકારને લોકડાઉન પર આપી આ સલાહ

Ankita Trada

કોરોના વોરિયર્સ : મને વસવસો તો એક જ વાતનો છે કે, મારી દીકરી મારા વિના મોટી થઇ રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!