GSTV
Gujarat Government Advertisement

જમ્મુ કાશ્મીરના કઠુઆ દુષ્કર્મ કેસ મામલે આજે પંજાબ કોર્ટ આપશે ચુકાદો

Last Updated on June 10, 2019 by

જમ્મુ કાશ્મીરના કઠુઆ દુષ્કર્મ કેસ મામલે આજે પંજાબની કોર્ટ ચુકાદો આપશે. કઠુઆમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતુ. જે બાદ તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. આ કેસ મામલે ત્રીજી જૂનના રોજ ટ્રાયલ પૂર્ણ થઈ છે. દુષ્કર્મની ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં પીડિત પરિવારે અરજી કરી હતી.

જે બાદ આ કેસને પંજાબની પઠાણકોટ કોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો. અને કોર્ટે પીડિત પરિવારને સુરક્ષા પુરી પાડવાના પણ આદેશ આપ્યા હતા. દુષ્કર્મની ઘટના બાદ કરવામાં આવેલા ભારે વિરોધ બાદ તમામ આરોપીની પોલીસે ધરપકડ પણ કરી હતી. પોલીસે ગ્રામ પ્રધાન સાંજી રામ, તેના પુત્ર વિશાલ અને કિશોર સહિત તેના મિત્ર આનંદ દત્તાની ધરપકડ કરી હતી. જ્યારે પુરાવાના નાશ કરવાનો પ્રયાસ કરનાર પોલીસ અધિકારી સુરેશ વર્મા અને દીપક ખજુરિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે કઠુઆમાં આરોપીઓના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી. જેમા તત્કાલીન પીડીપી અને ભાજપની ગઠબંધનની સરકારમાં ભાજપના બે મંત્રી ચૌધરીલાલ સિંહ અને ચંદ્ર પ્રકાશ ગંગા પણ સામેલ થયા હતા. જેથી જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ બાદ બન્ને ભાજપના નેતાઓને પ્રધાનનું પદ છોડવાનો વારો આવ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!