GSTV
Home » News » કઠુઆ ગેંગરેપ ને લઇને બોલીવુડ સ્ટાર્સ પણ હેરાન, કહ્યું- આખરે ક્યાં છે ભગવાન?

કઠુઆ ગેંગરેપ ને લઇને બોલીવુડ સ્ટાર્સ પણ હેરાન, કહ્યું- આખરે ક્યાં છે ભગવાન?

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે થયેલી અમાનવીય હરકતના કારણે સૌકોઇ હેરાન છે. તેવામાં સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડના તમામ સ્ટાર્સ પણ આ હરકતની નિંદા કરી રહ્યાં છે. તેના પગલે બોલીવુડ સેલેબ્સે કઠુઆમાં બાળકી સાથે થયેલી અમાનવીય હરકતને લઇને ટ્વિટર પર આક્રોશ વ્યક્ત કઅયો છે. તેમાં ફરહાન અખ્તર, સોનમ કપૂર, સાનિયા મિર્ઝા, સિમિ ગરેવાલ અને જાવેદ અખ્તર જેવા સ્ટાર્સે ટ્વિટ કરીને બાળકી સાથે થયેલીઆ દુર્ઘટના પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

ફરહાન અખતરે ટ્વિટ કર્યુ છે કે, જરા વિચારો કે 8 વર્ષની બાળકી પર શું વિતી હશે જ્યારે તેની સાથે આ નિષ્ઠુર અપરાધ થયો. બાળકી સાથે ગંગરેપ થયો અને તેની હત્યા કરવામાં આવી. જો તમે આસિકા માટે ન્યાની માંગ ન કરી શકો તો તમે કંઇ નથી અને તમે કંઇ કરી ન શકો.

આ ઘટના અંગે સોનમે પણ દુખ વ્યક્ત કરતા લખ્યું કે ફેક નેશનલ્સ અને ફેક હિન્દુઓને શરમ આવવી જોઇએ. મને વિશ્વાસ નથી થતો કે આ આપણાં દેશમાં થઇ રહ્યું છે.

સાથે જ પીઢ એક્ટ્રેસ સિમી ગરેવાલે પણ લખ્યું કે,  ગ્રહ પર કોઇ વી જાતિ નથી જે આનાથી વધારે બર્બર હોય. આટલા શેતાન છે આસિફાના બળાત્કારી.આ લોકો માટે આ અપગાધ માટે કોઇ સજા પણ નથી. ફક્ત 8 વર્ષની બાળકી? હું ફક્ત પૂછી શકુ છું કે આખરે ભગવાન ક્યાં છે?

જાવેદ અખ્તરે પણ ટ્વિટ કર્યુ કે, જે લોકો મહિલાઓના હિતમાં છે અને તેમના માટે ન્યાય માંગી રહ્યાં છે તેમણે આ ઘટનાને જાણ્યા બાદ સ્ટેન્ડ લેવુ જોઇએ. અવાજ ઉઠાવવો જોઇએ. બળાત્કારીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવો.

એકટર વીરદાસે લખ્યું કે, આ સમાચાર વાંચ્યા પછી હું શ્વાસ પણ લઇ શકતો નથી. મારે શેર કરવાની જરૂર છે, તમારે પણ તેને શેર કરવુ જોઇએ.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ ટ્વિટ કર્યુ કે, શું આ એ જ દેશ છે જેના માટે આપણે જાણીતા છીએ અને જાણીતા બનવા માંગીએ છીએ? જો આપણે 8 વર્ષની બાળકી માટે ઉભા ન થઇ શકીએ તો આપણને બીજી કોઇ બાબત માટે ઉભા થવાનો કોઇ અધિકાર નથી. માનવતા માટે પણ નહી.

 

Related posts

સાંસદ મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ

Kaushik Bavishi

રાજ્યસભાની ચૂંટણીના વિવાદ : અહેમદ પટેલના આ જવાબથી કોર્ટે આપી તીખી પ્રતિક્રીયા

Nilesh Jethva

સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!