GSTV
Home » News » 2 વર્ષમાં 1 લાખથી વધુ સગીરની સાથે રેપ : ફાંસી માટે જલ્લાદ ક્યાંથી લાવશો?

2 વર્ષમાં 1 લાખથી વધુ સગીરની સાથે રેપ : ફાંસી માટે જલ્લાદ ક્યાંથી લાવશો?

બાળકીઓ સાથે બળાત્કાર અને ત્યારબાદ હત્યા જેવી અતિગંભીર પ્રકારની ઘટનાઓ સામે દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન થયા અને લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તો બીજી તરફ દેશમાં માસૂમ બાળકો સાથેની બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. તે જ કારણ છે કે લોકોમાં આવા ગંભીર અપરાધના ગુનેગારોને ફાંસીની સજા આપવાની માગણી ઉઠી હતી.

કઠુઆ ગેંગરેપ અને સુરતમાં બાળકી સાથે રેપ જેવી ઘટનામાં માસૂમ સાથે થયેલા શોષણ, દુષ્કર્મ અને હત્યાની મામલે દેશભરમાં એક આક્રોશ પ્રવર્તિ ગયો અને સવાલ ઉઠ્યો કે આખરે ક્યાં સુધી હવસખોરો નાના માસૂમોને પોતાની હવસનો શિકાર બનાવતા રહેશે. રિપોર્ટ મુજબ 2014થી 2016 દરમિયાન એક લાખથી વધુ સગીરની સાથે રેપ અથવા ગેંગરેપની ઘટના બની.

CRICKET.GSTV.IN

2014માં 34 હજાર 449 સગીર સાથે રેપ અથવા ગેંગરેપના કેસ નોંધાયા. 2014માં સગીરની સાથે રેપ અથવા ગેંગરેપના કેસમાં 41 હજાર 732 લોકોની ધરપકડ કરવામાં આવી. 2014માં જ 2 હજાર 686 લોકો સગીર સાથે રેપ અથવા ગેંગરેપના કેસમાં દોષિત જણાયા. વર્ષ 2015માં 34 હજાર 505 લોકોની સાથે રેપ અથવા ગેંગરેપના કેસ નોંધાયા. વર્ષ 2015માં સગીર સાથે રેપ અથવા ગેંગરેપના કેસમાં 41 હજાર 90 લોકોની ધરપકડ કરવામાં આવી. જ્યારે કે 4 હજાર 567 લોકો રેપ અથવા ગેંગરેપના કેસમાં દોષિત જણાયા. વર્ષ 2016માં સગીર સાથે રેપ અથવા ગેંગરેપના 36 હજાર 22 કેસ નોંધાયા.

વર્ષ 2016માં 42 હજાર 160 લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમાંથી 4 હજાર 13 લોકોને સગીર સાથે રેપ અથવા ગેંગરેપ કેસમાં દોષિત જણાયા. એવામાં 2014થી 2016 સુધી સગીરો સાથે કુલ 1 લાખ 4 હજાર 976 રેપ અથવા ગેંગરેપની ઘટના બની. જ્યારે કે તેમાં માત્ર સજા થઇ 11 હજાર 266 લોકોને ત્યારે કેન્દ્રીય કેબિનેટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટમાં સુધારાને મંજૂરી આપી દેતા. 12 વર્ષથી ઓછી ઉંમરના સગીર સાથે રેપ અથવા ગેંગરેપના દોષિતોને મોતની સજા આપવાનો માર્ગ મોકળો બની ગયો છે.

Related posts

કોંગ્રેસનાં નવા અધ્યક્ષ કોણ? જ્યારે રાહુલ ગાંધીને આ સવાલ કરાયો તો કાંઇક આવો જવાબ આપ્યો…

Riyaz Parmar

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi

નિતીશકુમારનું હવાઈ સર્વેક્ષણ રદ, હવે હોસ્પિટલમાં દર્દીઓને મળવા જશે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!