GSTV
Home » News » કઠુઆ ગેંગરેપ, વડાપ્રધાન મોદીને સવાલ શું આ છે બેટી બચાવો- બેટી પઢાઓ?

કઠુઆ ગેંગરેપ, વડાપ્રધાન મોદીને સવાલ શું આ છે બેટી બચાવો- બેટી પઢાઓ?

કઠુઆ ગેંગરેપ અને હત્યાના મામલામાં આઠ વર્ષની પીડિતાના પિતાએ આક્રોશ સાથે સવાલ કર્યો છે કે જે માસૂમ બાળકીને તેના ડાબા અને જમણા હાથની ઓળખ ન હતી. તેના બર્બર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ હિંદુ મુસ્લિમની વાત કરવી કેટલી યોગ્ય છે? પીડિતાના પરિવારે વડાપ્રધાન મોદીને સવાલ કર્યો છે કે શું આ છે બેટી બચાવો- બેટી પઢાઓ. પીડિતાની માતાએ ઈન્સાફની અરજ કરી છે.

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકીના ગેંગરેપ અને હત્યાના ધૃણાસ્પદ મામલામાં હિંદુ-મુસ્લિમ એન્ગલથી થઈ રહેલી ચર્ચાઓ પર પીડિતાના પિતાએ આક્રોશ દર્શાવ્યો છે. આ મામલામાં પીડિતા બકરવાલ ખાનબદોશ પરિવારની મુસ્લિમ હતી અને આરોપીઓ હિંદુ હોવાને કારણે આવી ચર્ચાઓ થઈ રહી છે. કઠુઆ ગેંગરેપ અને હત્યાના મામલામાં આવી ચર્ચાઓ સામે પીડિતાના પિતાએ આક્રોશ વ્યક્ત કરીને સવાલ કર્યો છે કે આઠ વર્ષની એક માસૂમ બાળકીને તેના ડાબા અને જમણા હાથની ભાન પડતી ન હતી. તેના બળાત્કાર અને હત્યા બાદ શું હિંદુ-મુસ્લિમની ચર્ચા કરવી યોગ્ય છે?

પીડિતાના પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો સવાલ કર્યો છે કે તેમણે બેટી બચાવો-બેટી પઢાઓની વાત કરી હતી. શું આ છે તેમનું સૂત્ર પીડિતાના પિતાએ કહ્યુ છે કે જે દિવસે તેમની દીકરીના રેપિસ્ટો અને હત્યારાને બચાવવા માટે તિરંગો લઈને રેલી નીકળી તે દિવસે તેમને લાગ્યું કે તેમની બીજી દીકરી પણ મરી ગઈ. ભાજપના પ્રધાન દીકરીના હત્યારાઓ સાથે ઉભા છે અને વડાપ્રધાન કંઈ બોલી રહ્યા નથી. પીડિતાની માતાએ ક્હ્યુ છે કે તેમની પુત્રીને ઈન્સાફ મળે અને તેના હત્યારાઓને ફાંસીની સજા મળે.

જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં પીડિતા તેની માતા સાથે છેલ્લી વખત બહાર ગઈ હતી. એક સગાંને ત્યાં લગ્નમાં જવાનું હોવાથી કપડાં ખરીદવા ગઈ હતી. તેનું 10મી જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું. પીડિતાની લાશ 17મી જાન્યુઆરીએ કઠુઆના રસાના જંગલમાંથી મળી આવ્યો હતો. બકરવાલ સમુદાયના લોકોમાં ડર પેદા કરવા માટે આવી ઘટના અંજામ અપાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. આ ઘટનામાં સામેલ આરોપીઓ સામે હત્યા, બળાત્કાર અને આપરાધિક ષડયંત્રનો મામલો નોંધવામાં આવ્યો છે.

કઠુઆ ગેંગરેપ કેસ જમ્મુ-કાશ્મીરમાં એક મોટો રાજકીય મુદ્દો બની ચુક્યો છે. સાનસાર પહાડી વિસ્તારના વતની બકરવાલ વણઝારા સમુદાયના પરિવારે પોતાનો સામાન અને પોતાના પશુઓ સાથે છસ્સો કિલોમીટર દૂર પહાડી પર નીકળી ચુક્યો છે. આ પરિવારના બાળકોમાં પીડિતા સૌથી નાની હતી. પીડિતાના બે ભાઈઓ 11મા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. પીડિતાની નાની બહેન કહે છે કે તેને એકલા બહાર જતા ડર લાગે છે. પીડિતાને તેના પિતાએ તેની બહેનની પાસેથી દત્તક લીધી હતી. પીડિતાની માતાનું એક દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું.

Related posts

બાલાકોટમાં એર સ્ટાઇક કરનાર પાયલટે કહ્યું, માત્ર 90 સેકન્ડનો જ હતો ખેલ

NIsha Patel

સ્કૂલોમાં CCTV લગાવી દેવાથી શિક્ષણની સ્થિતિ નહીં સુધરે : ગુજરાત હાઈકોર્ટ

Mayur

5મી જુલાઈએ મોદી સરકાર પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે, આ સેક્ટરને આપી શકે છે પ્રોત્સાહન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!