GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ભગવાન શ્રીકૃષ્ણના પરિવારને લઈને કરેલા નિવેદન બાદ વિવાદ વધતા આખરે મોરારીબાપુએ માગી માફી

મોરારી

કથાકાર મોરારી બાપુનો રામકથા દરમિયાનનો કૃષ્ણ ભગવાન અંગેનો તેમનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. આ વીડિયોને લઈને ગુજરાત ઉપરાંત યુપીના લખનઉ અને દિલ્હીમાંથી પણ વિરોધ જોવા મળ્યો છે. મોરારી બાપુએ આ વીડિયોમાં ભગવાન શ્રીકૃષ્ણના પરિવારને લઈને કરેલા નિવેદનને લઈને વિવાદ વકર્યો છે.

કથાકાર મોરારીબાપુના વાયરલ વીડિયો પર વિવાદ વકર્યો

  • મોરારી બાપુ દ્વારિકા જઈને ક્ષમા માંગે તેવી કાન્હા વિચાર મંચની માંગ
  • દ્વારિકામાં ધર્મસ્થાપન ન કરી શક્યા કૃષ્ણ : મોરારી બાપુનો વાયરલ વીડિયો
  • કૃષ્ણના દિકરાના દિકરાઓ ખૂબ જ નશો કરતા હતાઃ મોરારી બાપુ
  • દ્વારિકાના રાજમાર્ગ પર નશો કરતા હતાઃ મોરારી બાપુનો વાયરલ વીડિયો
  • ચોરી કરતા પણ અચકાતા ન હતા: મોરારી બાપુનો વાયરલ વીડિયો
  • કૃષ્ણના મોટાભાઈ બલરામ ૨૪ કલાક પીતા હતાઃ મોરારીબાપુનો વાયરલ વીડિયો

વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, કૃષ્ણ સમગ્ર દુનિયામાં ધર્મ સંસ્થાપના માટે પ્રયાસ કરતા રહ્યા તેઓ દ્વારકા નગરીમાં જ ધર્મસ્થાપન નહોતા કરી શક્યા. તેમણે ભગવાન કૃષ્ણના ભાઈ બલરામ અંગે પણ કરેલા ઉલ્લેખને લઈને વિવાદનો મધપુડો છંછેડાયો છે.

કાન્હા વિચાર મંચ નામની સંસ્થાએ બાપુને ખુલ્લો પત્ર

કથાકાર મોરારી બાપુના વાયરલ વીડિયો બાદ કાન્હા વિચાર મંચ નામની સંસ્થાએ બાપુને ખુલ્લો પત્ર લખ્યો છે અને અક્ષમ્ય અપરાધોની આત્મશુદ્ધી કરવા અનુરોધ કર્યો છે. દશ દિવસમાં દ્વારકાના જગદીશ મંદિરે જઈને અપરાધની ક્ષમા માંગવાની માંગ કરી છે. કાન્હા વિચાર મંચે જો મોરારી બાપુ દ્વારિકા જઈને અપરાધની ક્ષમા નહી માંગેતો તમામ કૃષ્ણભક્તો સાથે કૃષ્ણ ચિંધ્યા રાહે પંચજન્ય ફૂંકશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. કાન્હા વિચાર મંચે કહ્યુ કે, કૃષ્ણવંશીઓને દારૂડીયા અને છેડતી કરનારા કહીને હજારો વર્ષના એ સંબંધનુ અપમાન કર્યુ છે. ભગતબાપુ કાગની રચનાને ખોટી રીતે ચીતરી પણ અપમાન કર્યુ છે. ભારત દેશના એકમાત્ર કિસાનદેવ એવા હળધારી શ્બલરામજીને દારૂડીયા અને લંપટ ચીતરીને જગતતાત અન્નદાતા કિસાનોનુ અપમાન કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.

મોરારી બાપુએ વિવાદ વધતા માગી માફી

જો કે વધુ વિવાદ થતા આખરે કથાકાર મોરારી બાપુએ માફી માગી છે. નોંધનિય છે કે શ્રીકૃષ્ણના પરિવાર અંગે કરેલી ટીપ્પણી બાદ કૃષ્ણ ભક્તોમાં રોષની લાગણી જોવા મળી હતી. જેને લઈને બાપુએ માફી માગી છે.

READ ALSO

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!