GSTV
Home » News » કાશ્મીરીઓએ શાંતિ જાળવી રાખતા કરફ્યૂ સહિતના નિયંત્રણો હટાવાયા

કાશ્મીરીઓએ શાંતિ જાળવી રાખતા કરફ્યૂ સહિતના નિયંત્રણો હટાવાયા

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ નાબુદ કરવામાં આવી છે, જોકે આ નિર્ણય લેવામાં આવ્યો તે પહેલા અનેક પ્રકારની પાબંદીઓ લાદવામાં આવી હતી. પ્રશાસનને એવી શંકા હતી કે હિંસા ફેલાઇ શકે છે જેને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે બાદમાં જ્યારે આ કલમને નાબુદ કરવામાં તે બાદ ધીરે ધીરે આ પાબંદીઓને હટાવી લેવામાં આવી હતી. હાલ જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાંથી કર્ફ્યુને હટાવી લેવામાં આવ્યો છે, માત્ર થોડા જ વિસ્તારોમાં હાલ કેટલીક પાબંદીઓ લાગુ છે તેમ પ્રશાસન દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. 

એડિશનલ ડાયરેક્ટર જનરલ મુનિર ખાને જણાવ્યું હતું કે શ્રીનગરમાં કેટલીક સામાન્ય ઘટનાઓને બાદ કરતા કોઇ જ હિંસાની મોટી ઘટના સામે નથી આવી. શ્રીનગરમાં જે કઇ પણ થયું તેને સંપૂર્ણપણે કાબુમાં લઇ લેવામા આવ્યું છે. આ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં આવી તેમાં કોઇ જ મોટી જાનહાની કે ઇજા નથી પહોંચી. 

જમ્મુમાં જે પણ પાબંદીઓ લાગુ કરવામાં આવી હતી તેને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવી છે. કેટલા લોકોની અટકાયત કરવામાં આવી તે અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે આ અંગે અમે હાલ કોઇ જ માહિતી ન આપી શકીએ. અગાઉ એવા અહેવાલો હતા કે આશરે ૫૦૦ જેટલા નેતાઓ અને સ્થાનિક અલગાવવાદીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. 

જમ્મુ કાશ્મીરના મુખ્ય સચીવ રોહિત કંસલે જણાવ્યું હતું કે હાઇવે, હોસ્પિટલો, શાળા-કોલેજો અન્ય સરકારી ઇમારતો બધુ જ હાલ ખોલી નાખવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસનની સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા ખાને જણાવ્યું હતું કે પાબંદીઓ ત્યારે જ હટાવવામાં આવી હતી જ્યારે આ અંગે પુરો રિપોર્ટ તૈયાર કરાયો હતો. પાકિસ્તાનના પ્રોપેગંડા અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની જ્યારે પણ વાત આવે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. 

જોકે આવી કોઇ પણ પ્રકારની હરકતનો આકરો જવાબ આપવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કાશ્મીરમાં અનેક સ્થળે ૧૫મી ઓગસ્ટની ઉજવણીની પણ તૈયારીઓ કરવામાં આવી છે. ઇદના તહેવાર નિમિત્તે પણ સ્થાનિકોની સુવિધા માટે પુરતી સુવિધા કરાઇ હતી, સૈન્ય અધિકારીઓ સ્થાનિકોના સંપર્કમાં રહ્યા, આ ઉપરાંજ મેજિસ્ટ્રેટને પણ તૈનાત કરાયા હતા. જેને પગલે સ્થાનિકોને સમગ્ર મામલે શાંત કરવામાં દરેક પ્રકારની સ્ટ્રેટેજી અપનાવાઇ જે કામ આવી, તેથી અંગે મોટા ભાગના વિસ્તારોમાંથી હવે પાબંદીઓ હટાવી લેવામાં આવી છે.

READ ALSO

Related posts

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

પોલિટીક્સની પીચ જ નહીં ક્રિકેટની પીચના પણ જેટલી હતા શહેનશાહ, જુઓ દુર્લભ તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!