GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld India News Trending

11 વર્ષની મહેનત રંગ લાવી! કાશ્મીરના આ એન્જિનિયરે બનાવી સોલર કાર, પેટ્રોલ અને ચાર્જિંગની ઝંઝટમાંથી મળશે મુક્તિ

પેટ્રોલની સતત વધી રહેલી કિંમતો વચ્ચે કાશ્મીરના એક એન્જિનિયરે એવી કાર બનાવી છે જેને ન તો ઇંધણની જરૂર પડશે અને ન તો ચાર્જ. આ સિદ્ધિ શ્રીનગરના એક એન્જિનિયર બિલાલ અહેમદે સિદ્ધ કરી છે, જેમણે પોતાના ઘરમાં જ સોલાર કાર ડિઝાઇન કરી છે.

આ સંદર્ભે મીડિયા સાથે વાત કરતા અહેમદને કહ્યું કે સમાચાર દર્શાવે છે કે આગામી દસ વર્ષમાં ઈંધણના ભાવમાં ભારે વધારો થવા જઈ રહ્યો છે. તેથી આ કાર બનાવવાનો વિચાર આવ્યો.

11 વર્ષમાં બનેલી કાર

શ્રીનગરના સનત નગરનો રહેવાસી બિલાલ 11 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. તેણે એક કારમાં ફેરફાર કરીને તેને સોલાર કાર બનાવી. આજે બિલાલ પોતે આ કાર ચલાવે છે. બિલાલે કારની છત અને દરવાજા પર સોલાર પેનલ લગાવી છે. આ સોલાર બેટરી ચાર્જ કરે છે. કારના દરવાજા ઉપરની તરફ ખુલે છે. બિલાલ કહે છે કે કાર બનાવવામાં 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે આ કાર ઘણી જૂની છે.

કાશ્મીરની સોલાર કાર લાઈમલાઈટમાં

ભારતની કુલ વસ્તીમાં 25 કરોડથી વધુ યુવાનો છે. અને આ જ કારણ છે કે આજે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. અને આ બાબતોનું ઉત્તમ ઉદાહરણ આપતા કાશ્મીરના બિલાલ અહેમદે પોતાની જૂની કારને સોલાર કારમાં બદલી નાખી. આ બદલાવ કરવામાં બિલાલને લગભગ 11 વર્ષ લાગ્યા હતા. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી મુક્તિને લઈને ચિંતિત બિલાલે માત્ર કાશ્મીરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હેડલાઈન્સ બનાવી હતી.

અહેમદે કારની પાછળની વિન્ડ શિલ્ડ, બારીઓ અને બોનેટ પર સોલાર પેનલ લગાવી છે, જેથી મહત્તમ ઉર્જાનો સંગ્રહ કરી શકાય. અહેમદે સમજાવ્યું કે તે વિકલાંગો માટે એક બનાવવા માંગે છે પરંતુ “નાણાકીય પ્રતિબંધો” એ તેને મુશ્કેલ બનાવ્યું.પરિવહનનું ભાવિ વૈકલ્પિક ઇંધણ પર આધારિત છે, તેથી અહેમદે ચાર સીટવાળી સૌર-સંચાલિત હેચબેક બનાવવાનો પ્રયાસ કર્યો.

બિલાલે કહ્યું, “હું વિકલાંગો માટે કાર બનાવવા માંગતો હતો પરંતુ આર્થિક તંગીઓએ તેને મુશ્કેલ બનાવી દીધું. સોલર કારના વિચારે મને દંગ કરી દીધો. તે ફ્રી એનર્જી છે અને મેં તાજેતરમાં અખબારોમાં વાંચ્યું કે પેટ્રોલની કિંમત 10 વર્ષમાં વધારો થવાની ધારણા છે.”

READ ALSO

Related posts

Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ

Binas Saiyed

સૈયા દિલ મેં આના ફેમ અંજલિ અરોરા ફેક MMS કાંડ, વીડિયો વાયરલ થતાં રડતી આંખે કહ્યું ઈજ્જત સાથે તો ના રમત કરોઃ આવી છે સમગ્ર ઘટના

Binas Saiyed

‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના

Binas Saiyed
GSTV