આ યુનિવર્સીટીના વિદ્યાર્થીએ સ્ટેટસમાં લખ્યું ‘પાકિસ્તાન જીંદાબાદ’, ભડકેલી ભીડે ક્યાયનો ના રાખ્યો

મુરાદાબાદના એમઆઈટી પરિસરમાં આતંકી હુમલાની ઘટનાનું સમર્થન કરતા મુરાદાબાદ નિવાસી એક વિદ્યાર્થી દ્વારા પોસ્ટ પર બબાલ થઈ ગઈ. આરોપ હતો કે વિદ્યાર્થી મુળ કાશ્મીરને છે પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે તે મુરાદાબાદ નિવાસી છે. વિદ્યાર્થીએ પોતાના વોટ્સઅપ સ્ટેટસ પર પુલવામાની આતંકી ઘટનાને સમર્થન કરતા પાકિસ્તાન જીંદાબાદ લખ્યું હતું.

આ સ્ટેટસને વાંચ્યા બાદ વિદ્યાર્થીઓમાં ગુસ્સો ભડક્યો છે. તેમની વોટ્સએપ ગ્રુપમાં જ બહેસ થઈ ગઈ. મામલો બિચક્યો તો અમુક બહારના લોકોને આ વાત વિશે જાણ થઈ. બહારના યુવકો મોટી સંખ્યામાં એકત્રીત થઈને એમઆઈટી પહોંચી ગયા. એક સાથે ભીડને કેમ્પસમાં ઘુસતા જોઈને અમુક સુરક્ષા કર્મિઓએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો.

બધા કાર્યકર્તા તેમને ઘક્કા મારતા અંદર ઘુસી ગયા. કેમ્પસમાં પોસ્ટ મુકવા વાળા વિદ્યાર્થીની તલાસ કરવા લાગ્યા. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ગેર વર્તન કર્યુ. યુવકોને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તે ભડકી ઉઠ્યા અને શિક્ષકો સાથે પણ ગેર વર્તન કરી.
શિક્ષકો સાથે પણ મારપીટ શરૂ કરી દીધી. મામલો બગડ્યો અને યુવકોએ ફાયરિંગ શરૂ કરી. સદનસીહબે ગોળી કોઈને ન વાગી.

ગોળિઓનો અવાજ સાંભળીને નાસભાગ મચી ગઈ. શિક્ષકોનું સમર્થન કરીને અમુક વિદ્યાર્થીઓ મારપીટ કરવા વાળા યુવકો સામે પડી ગયા.

ઘટના પર પોલીસ પહોંચી ગઈ ત્યાં સુધી બધા આરોપી ભાગી ગયા હતા. પ્રસાસને કોલેજને રજા આપી દીધી થોડા સમયમાં કોલેજ ખાલી થઈ ગઈ.

કોલેજ પ્રસાસન ભાનુ પ્રતાપ સિંહનું કહેવું છે કે વિદ્યાર્થીના સ્ટેટસ પર પાકિસ્તાન જીંદાબાદ લખેલું હતું. તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ સમીતીની સ્થાપના કરી દેવામાં આવી છે. કેમ્પસનો માહોલ ખરાબ કરવા દેવામાં નહીં આવે. જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી ફાર્મસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter