કાશ્મીરી પંડિતોએ ફરી એકવાર 1989-90ના નરસંહારની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજે પહોંચ્યા છે. કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટ્સ ઇન કાશ્મીરે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરીને આ મામલાની ફરીથી તપાસની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે આ મામલાની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, હત્યાકાંડના 27 વર્ષ પછી કેદ સંબધિત પુરાવા એકત્ર કરવા મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ નવી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 33 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટને 1984ના રમખાણોની તપાસ કરાવવામાં આવી છે. આ કિસ્સામાં પણ એવું જ કરવું જોઈએ.
કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયા બાદ ફરી એકવાર કાશ્મીરી પંડિતોનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટ્સ ઇન કાશ્મીર ફરી એકવાર 1989-90ના નરસંહારની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. કાશ્મીર સંસ્થાનાં રૂટ્સનું કહેવું છે કે, જો 33 વર્ષ બાદ 1984ના રમખાણોની તપાસ થઈ શકે તો કાશ્મીરી પંડિતોના નરસંહારની પણ તપાસ થઈ શકે છે. કાશ્મીર ઘાટીમાંથી વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોને 31 વર્ષ પૂર્ણ થયા છે. 19 જાન્યુઆરી 1990 ના રોજ લાખો કાશ્મીરી પંડિતોએ તેમનું ઘર છોડવું પડ્યું હતું. ત્રણ દાયકા પછી પણ તેઓ કાશ્મીર ઘાટીમાં પરત ફરી શક્યા નથી. જેના કારણે તેઓ ખૂબ નારાજ છે. જો કે આટલા વર્ષો વીત્યા બાદ પણ 19 જાન્યુઆરીની રાત્રે લોકો સાથે જે કંઈ પણ થયું, તે બધું હજી પણ તેમના મગજમાંથી દૂર નથી થયું.
કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદથી કાશ્મીરી પંડિતો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. તેઓ હજુ પણ પોતાના ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. તેઓનાં મનમાં દરરોજ એક જ પ્રશ્ન ઉદભવે છે કે ક્યારે તેમને તેમનાં ઘરે જવાનો મોકો મળશે. આને લઈને કાશ્મીરી પંડિત સમુદાયે જમ્મુમાં સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું છે. તેઓનો પ્રશ્ન એ છે કે શું તેમના માટે કોઈ માનવ અધિકાર નથી.
વર્ષ 1990માં પાકિસ્તાન સર્મથિત આતંકવાદીઓએ ઘાટીનું વાતાવરણ એવું બનાવી દીધું હતું, જેના કારણે કાશ્મીરી પંડિતોએ તેમની સુરક્ષાને કારણે ખીણ છોડવી પડી હતી. હવે જ્યારે વર્ષ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો છે. ત્યારે કાશ્મીરી પંડિતોનું કહેવું છે કે,સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે કે તેમને ટૂંક સમયમાં ખીણમાં પુનવસન કરવા મળી શકે.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ