કાશ્મીરમાં પહેલાથી જ ટાર્ગેટ કિલિંગના કારણે ડરનો માહોલ છે ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 1 કાશ્મીરી હિંદુની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટના સાથે ફરી કાશ્મીરી હિંદુઓએ સરકારને સુરક્ષા માટે અપીલ કરી છે.
આ ઘટનાને લઇને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, શોપિયાંમાં એક સફરજનના બગીચામાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 1 નાગરિકનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. ટાર્ગેટ કિલિંગનો ભોગ બનનારા આ બંને કાશ્મીરી હિંદુ છે.

થોડા સમયથી કાશ્મીરી હિંદુઓની ટાર્ગેટ બનાવીને હત્યા પર ઘણી રાજનીતિ પણ થઈ છે. મોટાભાગના પક્ષો આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા જોવા મળી રહ્યા છે.
#Terrorists fired upon civilians in an apple orchard in Chotipora area of #Shopian. One person died and one injured. Both belong to minority community. Injured person has been shifted to hospital. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) August 16, 2022
કાશ્મીર પોલીસે આ અંગે ટ્વીટ કર્યું કે , “શોપિયનના ચોટીપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર થયો હતો, જેમા 1 વ્યક્તિનું મોત અને 1 ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બંને વ્યક્તિ લઘુમતી સમુદાયના છે.
Read Also
- બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ