GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

કાશ્મીરી મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરતો આતંકી હાફિઝ સઈનો વીડિયો વાઈરલ

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદે ફરી એકવાર કાશ્મીરી મુસ્લિમોને ભડાકવતો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન લશ્કરે તૈયબાના સંસ્થાપક આતંકી ચીફ હાફિઝ સઈદની સાજિશનો ખુલાસો થયો છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે શનિવારે કાશ્મીરના પુલવામામાં ત્રણ આતંકીઓના એન્કાઉન્ટરમાં ઠાર થયા બાદ પથ્થરબાજો સામેના ઘર્ષણમાં કાર્યવાહી કરાઈ હતી. સેનાની કાર્યવાહીમાં સાત પથ્થરબાજો ઠાર થયા છે અને અન્ય 50 પથ્થરબાજો ઘાયલ થયા છે. આ મામલે કાશ્મીરમાં ભાગલાવાદીઓ દ્વારા તણાવની સ્થિતિ પેદા કરવામાં આવી છે.

વીડિયોમાં જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદે કાશ્મીરમાં આતંકવાદીઓના ટેકામાં પથ્થરમારો કરનારા પથ્થરબાજો અને દેખાવકારોના માર્યા જવાની ઘટના પર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. હાફિઝ સઈદ પણ પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવે છે. 2018માં અત્યાર સુધીમાં ઓપરેશન ઓલઆઉટમાં માર્યા ગયેલા 251 આતંકીઓમાંથી લશ્કરે તૈયબાના 80 આતંકીઓનો સમાવેશ થાય છે. જેને કારણે પોતાનો દાવ ઉલટો પડતો જોઈને આતંકવાદી હાફિઝ સઈદ કાશ્મીરી મુસ્લિમોને ઉશ્કેરીને દેખાવો કરાવી રહ્યો છે. જેથી સુરક્ષાદળો દ્વારા સ્વબચાવમાં ગોળીબાર કરવામાં આવે, તો વધારેમાં વધારે સંખ્યામાં સિવિલિયનોના મોત થાય.

વીડિયોમાં આતંકવાદી હાફિઝ સઈદ કાશ્મીરના લોકો સાથે એકજૂટતા દર્શાવવાનું નાટક કરતા કહી રહ્યો છે કે હું આજે અજીમ કાશ્મીરી ભાઈઓની અજીમ કુર્બાની પર તેમને ખિરાજે તહસીલ પેશ કરું છું અને હું યકીનની સાથે કહી રહ્યો છું કે ઈન્શાલ્લાહ કાશ્મીરની આઝાદીનો દિવસ નજીક છે. જેવી રીતે અહલે કાશ્મીરની કુરબાની આપી છે અને આપી રહ્યું છે, ઈન્ડિયા જોર લગાવી દીધું છે.

આઝાદીની મંજીલ પણ આવા જ ઈમ્તિહાનોમાંથી મળે છે. મારા કાશ્મીરી બાઈઓ અલ્લાહ તમારી કુર્બાનીઓ કબૂલ કરે, તમે જે કુર્બાનીઓ આપી છે, તેની કિંમત આઝાદી સિવાય બીજી કોઈ નથી. અલ્લાહની રહમતને ઉતારતા હું જોઈ રહ્યો છું, ખૂબ ઝડપથી કાશ્મીરના લોકોને શાનદાર આઝાદી મળશે, જે આ સદીની સૌથી મોટી ઘટના હશે. હાફિઝ સઈદે વીડિયોમાં ભારતને ધમકાવતા કહ્યુ છે કે હું તે હિંદ સરકાર અને ઈન્ડિયન આર્મી ચીફને પુછવા માંગે છે કે તમે જે કરી રહ્યા છો, તેમાંથી શું મેળવી લેશો, એક જ રસ્તો છે કે કાશ્મીરીઓને આઝાદી આપો.

હાફિઝ સઈદ પાકિસ્તાનમાં બેસીને સતત ભારતની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોયોજીત કરી રહ્યો છે. જ્યારે પાકિસ્તાન આખી દુનિયાની સામે પાક-સાફ દેખાવાનો ઢોંગ કરે છે. આતંકવાદને આશ્રય આપવાના કારણથી પાકિસ્તાન ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે-લિસ્ટમાં સામેલ છે અને બ્લેક લિસ્ટથી બચવા માટે 27 પોઈન્ટ્સના એક્શન પ્લાનનો વાયદો કરી ચુક્યું છે. આ 27 પોઈન્ટ્સમાંથી 10 પોઈન્ટ્સ જાન્યુઆરી સુધીમાં પુરા કરવાના છે.

જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં એફએટીએફના રિવ્યૂ ગ્રૂપની સાથે બેઠક થવાની છે. પાકિસ્તાને એ ભરોસો અપાવવો પડશે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી ઘોષિત કરવામાં આવેલા વ્યક્તિઓ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓના આર્થિક સ્ત્રોતો પર તેણે કાર્યવાહી કરી છે. પાકિસ્તાને અલકાયદા, જમાત-ઉદ-દાવા, લશ્કરે તૈયબા અને હક્કાની નેટવર્ક વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાના પુરાવા રજૂ કરવા પડશે. પરંતુ જેવી રીતે હાફિઝ સઈદ ભારત અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાની સાજિશ થઈ રહી છે. તેનાથી આ સાબિત થાય છે કે પાકિસ્તાન દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે.

Related posts

કોરોના દર્દીઓ માટે કેન્દ્રની ગાઇડલાઇન જાહેર, આવા દર્દીઓને નહીં મળે હોમ આઇસોલેશનની મંજૂરી

Bansari

ચીની ઘુસણખોરી પર લદ્દાખના લોકો સરકારને કરી રહ્યા છે એલર્ટ! નજર અંદાજ કરવું પડી શકે છે ભારે: રાહુલ ગાંધી

Arohi

ગુજરાતમાં એકસાથે 34 PI અને 50થી વધુ PSIની બદલીના આદેશ, પોલીસ વડા શિવાનંદ ઝાના મોટા નિર્ણયથી પોલીસબેડામાં ખળભળાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!