કાશ્મીરમાં મોટાભાગના સ્થાનો પર શુક્રવારે રાત્રે શિયાળાની અત્યાર સુધીની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. કાશ્મીર ખીણ અને લદ્દાખમાં તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યુ છે કે આકાશ સાફ હોવાને કારણે પહલગામને બાદ કરતા આખા કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં ગત રાત્રે ઘટાડો જોવા મળ્યો હતો. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 4.2 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું.

અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે રાત્રે કોકેરનાગ, કાજીગુંડ, કુપવાડા, ગુલમર્ગ, લેહ અને દ્રાસમાં શિયાળાની સૌથી વધુ ઠંડી મહેસૂસ થઈ હતી. કોકેરનાગમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 6.6 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. આ તાપમાન એક દશકમાં ડિસેમ્બર માસનું સૌથી ઓછું તાપમાન હતું. દક્ષિણ કાશ્મીરના પહલગમામાં 9.5 ડિગ્રી સેલ્સિયસ, ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન શૂન્યથી 11.5 સેલ્સિયસ ડિગ્રી નીચે નોંધાયું હતું.
ઉત્તર કાશ્મીરમાં કુપવાડામાં પારો ગગડયો હતો અને તે શૂન્યથી 4.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો હતો. જ્યારે લડાખના લેહ શહેરમાં શુક્રવારે રાત્રે પારો આઠ ડિગ્રી સેલ્સિયસ ઘટીને શૂન્યથી 13.9 ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચ્યો હતો.
- હૈદરાબાદ એન્કાઉન્ટર બાદ સળગતો સવાલ, ગુજરાતમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીઓને ન્યાય ક્યારે ?
- 85 લાખ રૂપિયામાં વેચાયુ દિવાલ પર લગાવેલું આ એક કેળું, જાણો કેમ
- INDvWI: પ્રથમ ટી 20 માં ભારતે ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને બેટિંગ માટે આપ્યું આમંત્રણ
- અમદાવાદની વિદ્યાર્થિનીઓએ હૈદરાબાદમાં થયેલા એન્કાઉન્ટર પર આપી પ્રતિક્રિયા
- સાંસદ સાક્ષી મહારાજે દુષ્કર્મના આરોપી કુલદીપ સેંગરને આપ્યા અભિનંદન, પ્રિયંકા ગાંધીએ શરૂ કર્યુ ટ્વીર વૉર
કારગીલ શહેરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 10.2 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. જ્યારે કારગીલ જિલ્લાના દ્રાસમાં તાપમાન શૂન્યથી 19.7 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીર ખાતે દ્રાસમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.