કાશ્મીરમાં 370ની કલમ હટાવવામાં આવી તે બાદ ઇન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવાયું હતું જ્યારે બાદમાં માત્ર ટુ-જી સેવા શરૂ કરાઇ છે. જેને પગલે હવે પાકિસ્તાની આતંકીઓએ કાશ્મીરમાં યુવકોની આતંકી તરીકે ભરતી કરવા માટે એકદમ ધીમી ગતીના ઇન્ટરનેટમાં પણ ચાલતી એપ્લિકેશનો શોધી કાઢી છે. જે આતંકી માર્યા ગયા કે ઝડપાયા તેમની પાસેથી મળેલા પુરાવાના આધારે આ મામલો બહાર આવ્યો છે. આતંકીઓ જે ત્રણ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં એક અમેરિકન, બીજી યુરોપ અને ત્રીજી તુર્કિશ કંપનીની બનાવટ છે.
આ નવી એપ્લિકેશન્સ અતી ધીમા ઇન્ટરનેટ કે જેમાં એન્હેન્સ્ડ ડેટા ફોર ગ્લોબલ ઇવોલ્યૂશન (ઇડીજીઇ)નો ઉપયોગ થાય છે. આ પ્રકારના ઇન્ટરનેટનો ઉપયોગ વર્ષ 2000 આસપાસ થતો હતો. આ ઉપરાંત 2-જી ઇન્ટરનેટ કનેક્શન દરમિયાન થતો.
કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સરકારે હિંસા ન ભડકે તે હેતુથી ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી હતી અને બાદમાં ગત વર્ષે 2-જી સેવા શરૂ કરી હતી. 3-જી કે 4-જી સેવા ન હોવાથી આતંકીઓ વોટ્સએપ અને ફેસબુક મેસેંજરનો ઉપયોગ નથી કરી શકતા જેને પગલે કાશ્મીરના યુવાઓનો અને આતંકીઓનો સંપર્ક પણ તુટી ગયો હતો.

આતંકીઓએ હવે 2-જી ઇન્ટરનેટ સ્પીડમાં ચલાવી શકાય તેવી એપ્લિકેશનો શોધી કાઢી છે
જોકે આતંકીઓએ હવે 2-જી ઇન્ટરનેટ સ્પીડમાં પણ સરળતાથી ચલાવી શકાય તેવી એપ્લિકેશનો શોધી કાઢી છે. સાથે જ આ એપ્લિકેશનો બહુ જ સિક્યોર માનવામાં આવે છે તેથી એકબીજાની સાથે વાતચીત થાય તો ત્રીજી કોઇ વ્યક્તિને જાણ નથી થતી,
એટલુ જ નહીં એપ્લિકેશનમાં લોગઇન થવા માટે થર્ડ પાર્ટી પ્લેટફોર્મ જેવા કે મોબાઇલ નંબર, ફેસબુક, ઇમેલ વગેરેની પણ જરૂર નથી રહેતી તેથી આતંકીઓ માટે આ એપનો ઉપયોગ વધુ સરળ બની ગયો છે.
આ એપ્લિકેશન એનક્રીપ્શન એલ્ગોરિધમ આરએસએ-2048નો ઉપયોગ કરે છે. જેને સૌથી સુરક્ષીત એનસ્ક્રીપ્ટેડ પ્લેટફોર્મ માનવામાં આવે છે. આરએસએ અમેરિકાની નેટવર્ક સિક્યોરિટી એન્ડ ઓથેન્ટિકેશન કંપની છે. આતંકીઓ આટલા પ્રાઇવેટ અને અતી ધીમા ઇન્ટરનેટ પર ચાલતી એપનો ઉપયોગ કરી સીધો કાશ્મીરી યુવકોનો સંપર્ક કરી રહ્યા છે અને તેમને બ્રેઇન વોશ કરીને આતંકી બનાવી રહ્યા છે.
બીજી તરફ ગત સપ્તાહે જમ્મુ કાશ્મીરના રાજોરીમાં એલઓસી પાસે પાકિસ્તાને ભારે તોપમારો કર્યો હતો જેમાં ઘાયલ જવાનનું આખરે મોત નિપજ્યું છે. ઉધમપુર જિલ્લામાં આવેલી સૈન્ય હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તેઓ આ મહિનામાં પાકિસ્તાન સૈન્ય દ્વારા કરાયેલા તોપમારામાં શહીદ થનારા ત્રીજા જવાન છે.
દિલ્હીના ખાન માર્કેટમાં મેટ્રો સ્ટેશન પાસે રવિવારે વહેલી સવારે આશરે છ જેટલા શખ્સોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. જોકે તપાસમાં સામે આવ્યું રમતમાં જ કેટલાક બાળકોએ પાકિસ્તાન અને હિંદુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. કાશ્મીરમાં હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

26મીને ધ્યાનમાં રાખી કાશ્મીરમાં ભારે સુરક્ષા
કાશ્મીરમાં 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકીઓ ગમે ત્યારે સૈન્ય કેમ્પો અને કાફલાને ટાર્ગેટ કરે તેવી શક્યતાઓ છે.જેને પગલે જે પણ જાહેર સૃથળો છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ હાઇવે પર પસાર થઇ રહેલા વાહનોની સઘન ચેકિંગ ચાલી રહી છે. આતંકીઓ પુલવામા હુમલા જેવા હુમલાને અંજામ ન આપે તે માટે સૈન્યના વાહનોને અતી સુરક્ષા વચ્ચે પસાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી વોચ ગોઠવવામાં આવી છે. દિલ્હીમાં પણ કાશ્મીર જેવી જ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Read Also
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો