GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

કાશ્મીરની ખીણમાં ફરીથી પથ્થરબાજોને સક્રિય કરાયા : સુરક્ષા એજન્સીઓ સતર્ક

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર સ્થાન પર આસપાસના વિસ્તારોમાંથી પથ્થરબાજોના એકઠા થવાના મામલે સુરક્ષા એજન્સીઓ ગંભીર બની છે. ફરી એકવાર પથ્થરબાજોના વ્હોટ્સએપ ગ્રુપ રડાર પર આવી ગયા છે. ઈનપુટ છે કે કાશ્મીર ખીણમાં હિંસા ભડકાવવા માટે તેમને ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ આની તપાસમાં જોતરાઈ ગઈ છે. એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં એન્કાઉન્ટર સ્થાન પર હિંસક ઘર્ષણોમાં 16 પથ્થરબાજોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અઢીસોથી વધુ પથ્થરબાજો ઈજાગ્રસ્ત પણ થયા છે. તો સરકારી આંકડા પ્રમાણે કાશ્મીરમાંથી અત્યાર સુધીમાં 42 લોકો વિભિન્ન સંગઠનોમાં સામેલ થયા છે. 45 દિવસોની અંદર અડધા લોકો આતંકવાદી રેન્ક્સમાં સામેલ થયા છે.

ગત બે સપ્તાહમાં 2011થી સક્રિય આતંકવાદીઓને ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે સંખ્યા વધારે મોટી નથી. કારણ કે ગત વર્ષ 147 યુવાનો આતંકવાદી બન્યા હતા. જેટલી સંખ્યામાં નવા આતંકવાદીઓ ભરતી થયા છે. તેટલા પ્રમાણમાં સુરક્ષાદળો દ્વારા ઓપરેશન્સમાં આતંકવાદીઓને ઠાર પણ મારવામાં આવ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં અને અનંતનાગ ઓપરેશનમાં 13 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા. આ ઓપરેશન્સમાં ત્રણ જવાનોના મોત નીપજ્યા હતા. આમાના પંદર લોકોએ એપ્રિલમાં અને ત્રણ આતંકીઓએ મે માસના પહેલા સપ્તાહમાં આતંકી સંગઠનોનો હાથ પકડયો હતો. 6 મે સુધીમાં 64 આતંકવાદીઓને વિભિન્ન ઓપરેશન દરમિયાન ઠાર મારવામાં આવ્યા છે.. જે એક દશકમાં આતંકવાદીઓને ઠાર મારવાનો સૌથી મોટો આંકડો છે.

આઠ જુલાઈ-2016માં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. બાદમાં સ્થાનિક કાશ્મીરીઓના આતંકવાદી સંગઠનોમાં સામેલ થવાની સંખ્યામાં વધારો થયો છે. રવિવારે હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સદ્દામ પડારને ચાર આતંકવાદીઓને શોપિયાંમાં ઠાર મારવામાં આવ્યા હતા. સદ્દામ પડાર બુરહાન વાની દ્વારા આતંકવાદીઓના ગ્રુપ ફોટોમાં 11મા ક્રમાંકનો આતંકવાદી હતો.

Related posts

લાશની તસ્વીર લઈ રહ્યો હતો ફોટોગ્રાફર, અચાનક મૃતદેહના મોઢામાંથી આવ્યો અવાજ અને…

Arohi

‘ચીન સામે લડવા મને બનાવી દો મિસ્ટર ઈન્ડિયા’, આ બાળકીની રાષ્ટ્રભક્તિ જોઈને થશે સલામ કરવાનું મન

Arohi

દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 10,00,000ને પાર, રિકવરી રેટ 63.25 ટકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!