GSTV

J-K: પથ્થરબાજો પર સખ્ત એક્શન, ના સરકારી નોકરી મળશે ના થશે પાસપોર્ટ વેરિફિકશન: તંત્ર એકશનમાં!

Last Updated on August 1, 2021 by pratik shah

જમ્મુ- કાશ્મીરમાં પથ્થરબાજો વિરુદ્ધ એક સખ્તમાં સખ્ત એક્શન લેવામાં આવ્યું છે.જેમાં પત્થરબાજી જેવી ગતિવિધીઓમાં શામેલ થયેલા યુવાઓને નાતો સરકારી નોકરી મળશે કે ના તો તેમના પાસપોર્ટનું વેરીફિકેશન કરવામાં આવશે. આ સંબધમાં કશ્મીર સીઆઈડીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવી ગતિવીધીઓમાં શામેલ લોકોને સિક્યોરિટી ક્લિયરન્સ આપવામાં નહીં આવે.

સિક્યોરિટી ક્લિયરન્સ આપવામાં નહીં આવે

કાશ્મીર CID ના SSP એ આ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાસપોર્ટ, સરકારી નોકરી અથવા સરકારી યોજનાઓ સાથે જોડાયેલા કેસોમાં, જો કોઈ વ્યક્તિની સુરક્ષા મંજૂરીનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે, તો તે સમયે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે વ્યક્તિ પથ્થરમારામાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ અથવા અન્ય કોઈ ગુનામાં સામેલ ન હોય. જોકોઈ ગુન્હામાં સંડોવણી મળી આવે, તો તેને સુરક્ષા મંજૂરી ન આપવી જોઈએ.

આ પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી વ્યક્તિઓની ઓળખ માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી રિપોર્ટ પણ લેવો જોઈએ. આ સિવાય સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પાસે પણ આવા લોકોના સીસીટીવી ફૂટેજ, ફોટોગ્રાફ્સ, વીડિયો, ઓડિયો અને ફોટો પણ છે, તેમની મદદ પણ લેવી જોઈએ.

READ ALSO

Related posts

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!