GSTV

કાશ્મીરમાં બરફનું શાસન : હાઈવે જામ વૃક્ષો ધરાશાયી

શ્રીનગરમાં હિમવર્ષાનું આગમન થયું છે. આ રાજ્યના પહાડી વિસ્તારમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જેને લઈને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કુલ્લુ અને સિરમૌર જિલ્લામાં હિમવર્ષા થઈ છે. જેના કારણે પહાડોએ બરફની ચાદર ઓઢી લીધી હોય તેવાં દૃશ્યો સર્જાયાં છે.તો જમ્મુ અને કાશ્મીરમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.

જાણીતા પર્યટન સ્થળ ગુલમર્ગમાં ચારેય તરફ બરફ વેરાયેલો છે. પહાડોની ચોટીઓ બરફથી ઢંકાઈ ગઈ છે. આ દરમ્યાન શ્રીનગરમાં ખરાબ હવામાનના લીધે હાઇવે જામ છે. ભારે હિમવર્ષાના લીધે ઘણાં ઝાડ પડી ગયાં છે.

તો બીજી તરફ જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં ટેલિફોન લાઇનો પણ હિમવર્ષાના લીધે ઠપ થઈ ગઈ છે. તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં વીજળીની સેવા ઠપ થઈ ગઈ છે. જેને લઈને જનજીવનને ભારે અસર થઇ છે.

READ ALSO

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!