GSTV

કાશ્મીર મુદ્દે હવે વિપક્ષ એક થયો, મોદી સરકારની નીતિ અંગે ઉઠાવ્યા સવાલ

જમ્મુ કાશ્મીર મુદ્દે વિપક્ષ એકજૂટ થયો છે. સંસદ ભવનમાં વિપક્ષના નેતાઓની બેઠક મળી. આ બેઠકમાં કોંગ્રેસ, જેડીએસ, ટીએમસી, ડીએમકે અને જેડીયુના નેતાઓ હાજર રહ્યા. બેઠકમાં જમ્મુ કાશ્મીર અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષ મોદી સરકારની નીતિ અંગે સવાલ ઉઠાવી રહી છે. વિપક્ષનો આરોપ છે કે, મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં લોકશાહીની હત્યા કરી રહી છે. જેનો વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વિપક્ષે કાશ્મીર મુદ્દે કરેલી બેઠક બાદ વિપક્ષ હવ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી શકે છે. આ સાથે આજે અમિત શાહ રાજ્યસભા અને બાદમાં લોકસભામાં કાશ્મીર મુદ્દે જવાબ આપશે. જેમાં તેમની સાથે એટર્નિ જનરલ કે કે વેણુગોપાલ પણ ભાગ લે તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

રોજ કમાઇને રોજ ખાનારા 1 લાખ મજૂરોની વ્હારે આવ્યાં બોલીવુડના મહાનાયક, આ રીતે કરશે મદદ

Bansari

સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર યથાવત, કુલ મૃત્યુઆંક 70 હજારને નજીક પહોંચ્યો

pratik shah

હજારો વૈજ્ઞાનિકોને દગો આપી કોરોના વાયરસે ચુપચાપ કરી એન્ટ્રી, 31 દેશ 11 વર્ષથી શોધી રહ્યા હતા સારવાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!