પાકિસ્તાનના દોરીસંચાર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ કરવાના આરોમાં કાશ્મીરની ભાગલાવાદી નેતા અને દુખ્તરાન-એ-મિલ્લતની ચીફ આસિયા અંદ્રાબીની ધરપકડ કરાઈ છે. આસિયા અંદ્રાબી અને તેની બે સાથીદારોને એનઆઈએ શ્રીનગરથી દિલ્હી લાવી છે અને તેમને દશ દિવસની કસ્ટડીમાં લેવામાં આવી છે.
આસિયા અંદ્રાબીની ધરપકડના વિરોધમાં ભાગલાવાદી હુર્રયિત કોન્ફરન્સે કાશ્મીર ખીણ બંધનું એલાન આપ્યું છે. બંધના એલાનને જોતા કાશ્મીર ખીણના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શ્રીનગર ખાતે સુરક્ષાદળો ખાસ સતર્કતા દાખવી રહ્યા છે. શ્રીનગરમાં ભાગલાવાદીઓના બંધને કારણે બજારો બંધ છે. કાશ્મીર ખીણમાં વાહનવ્યવહારને ખાસી અસર થઈ છે.