GSTV
Home » News » આને કહેવાય ‘જોશ’ બરફના થરની વચ્ચેથી સ્ટ્રેચર લઈ ભારતીય સેનાએ પ્રેગનેન્ટ મહિલાને હોસ્પિટલ પહોંચાડી

આને કહેવાય ‘જોશ’ બરફના થરની વચ્ચેથી સ્ટ્રેચર લઈ ભારતીય સેનાએ પ્રેગનેન્ટ મહિલાને હોસ્પિટલ પહોંચાડી

કાશ્મીરમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. આવા સમયે કોઈ મહિલા પ્રેગનેન્ટ હોય અને તેને હોસ્પિટલ જવું પડે તો કેવી રીતે જવું ? કારણ કે જગ્યાએ જગ્યાએ બરફના થર જામી ચૂક્યા છે. અને આ થરમાં જ એક મહિલા ફસાઈ ગઈ. કોઈ પ્રકારની વારદાત કે કંઈ નથી થયું એ મહિલા સમયસર હોસ્પિટલ પહોંચી ગઈ. જુડવા બાળકોને જન્મ પણ આપ્યો. આ બધુ નોર્મલી એટલા માટે થઈ ગયું કે બરફના આટલા બધા થર વચ્ચેથી મહિલાને હોસ્પિટલ પહોંચાડવાનું કામ ભારતીય સેનાએ કર્યું.

ઉત્તર કાશ્મીરનો બાંદીપૂરા જિલ્લો. પનાર આર્મી કેમ્પમાં ફોન આવ્યો. એ ગામમાંથી એક માણસ પોતાની પ્રેગનેન્ટ વાઈફ ગુલશન બેગમની મદદ માગી રહ્યો હતો. હવામાન ખૂબ ખરાબ હતું. પારો પણ માઈનસ સાત ડિગ્રી પર હતો. રસ્તામાં બરફની ચાદર છવાયેલી હતી એ પણ ઘૂંટણ સુધી. ગાડી નીકાળવું અસંભવ હતું. પણ ઈમરજન્સી બાદ મદદ પહોંચાડવી જરૂરી હતી.

બાંદીપુરાના રાષ્ટ્રીય રાઈફલ્સન જવાન ગામમાં પહોંચ્યા. મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી અને દોડાવ્યા. કમર સુધી ફેલાયેલી બરફ વચ્ચેથી રસ્તો કરી આર્મીના જવાનો દોઢ કિલોમીટર ચાલ્યા અને એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા. જ્યાંથી એમ્બ્યુલન્સ જિલ્લા હોસ્પિટલ સુધી પહોંચી. જ્યાં ઓફિસરોએ પહેલાથી વાત કરી તમામ તૈયારીઓ કરી રાખેલી હતી.

હોસ્પિટલ પહોંચ્યા બાદ ખ્યાલ આવ્યો કે ડિલેવરી નોર્મલ નહીં થઈ શકે. ઓપરેશન કરવું પડશે. જેથી ભાગીને હોસ્પિટલ પહોંચાડવી પડી. જ્યાં સિઝેરિયન ડિલેવરી કરી બે જુડવા બાળકોને આ મહિલાએ જન્મ આપ્યો. મા અને બાળકો હાલ સ્વસ્થ છે. કારણ કે ઈન્ડિયન આર્મી ત્યાં છે.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

Path Shah

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કે ન ફળ્યો હાર્દિકનો પ્રચાર, મળી કારમી હાર

Nilesh Jethva

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!