GSTV

કાશ્મીરમાં શાહનો લલકાર… ઘાટીના લોકો તમારા દિલમાંથી કાઢી નાખો તમામ પ્રકારનો ડર

અમિત

Last Updated on October 25, 2021 by pratik shah

જમ્મુ કાશ્મીરના 3 દિવસના પ્રવાસે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે પ્રવાસના અંતિમ દિવસે શ્રીનગર ખાતે જનસભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, 5 ઓગષ્ટ પછી જો કર્ફ્યુ ન લગામાં આવ્યો હોત અને ઈન્ટરનેટ બંધ ન કર્યું હોત તો કાશ્મીરના યુવાનો જ મર્યા હોત. શાહે જણાવ્યું કે કાશ્મીરના યુવાનોને ગુમરાહ કરવામાં આવે છે. કાશ્મીરની જનતાનો પણ એટલો જ અધિકાર છે જેટલો અમારો છે.

વડાપ્રધાન મોદીનું દિલ જમ્મુ કાશ્મીરમાં વસે છે

અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીનું દિલ જમ્મુ કાશ્મીરમાં વસે છે અને તેઓ દરેક વખતે અહીંનો ઉલ્લેખ કરે છે. જમ્મુ કાશ્મીરના વિકાસમાં કોઈ ખલેલ નહીં નાખી શકે. પાકિસ્તાનના બદલે ઘાટીના લોકો સાથે વાત કરીશ. તેમણે બુલેટપ્રૂફ કાચ દૂર કરવાનું કહીને લોકોને કહ્યું હતું કે, સુરક્ષા વગર તમારા વચ્ચે ઉપસ્થિત છું અને તમે પણ તમારા દિલમાંથી ડર કાઢી નાખો.

કાશ્મીરના યુવાનોને સવાલ કર્યો

આ સાથે જ તેમણે કાશ્મીરના યુવાનોને સવાલ કર્યો હતો કે, જે લોકોએ તમારા હાથમાં પથ્થર-હથિયાર પકડાવેલા તેમણે તમારૂં શું ભલું કર્યું? તેઓ તમારા સાથે ફક્ત પાકિસ્તાનની વાતો કરતા હતા. ફારૂખ સાહેબે ભારત સરકારને પાકિસ્તાન સાથે વાત કરવાની સલાહ આપી હતી પણ હું ઘાટીના યુવાનો સાથે વાત કરવા માગુ છું. મેં ઘાટીના યુવાનો સામે મિત્રતા માટેનો હાથ લંબાવ્યો છે.

READ ALSO

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!