GSTV
Home » News » કલમ ૩૭૦ દૂર કર્યા પછી અત્યાર સુધીમાં કાશ્મીરના અર્થતંત્રને ૧૫,૦૦૦ કરોડનું નુકસાન

કલમ ૩૭૦ દૂર કર્યા પછી અત્યાર સુધીમાં કાશ્મીરના અર્થતંત્રને ૧૫,૦૦૦ કરોડનું નુકસાન

પાંચ ઓગસ્ટથી અત્યાર સુધીમાં કાશ્મીરના આૃર્થતંત્રને ૧૫,૦૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે તેમ કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(કેસીસીઆઇ) પ્રમુખ શેખ આશિક હુસેને પત્રકારોને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજજો આપતી કલમ ૩૭૦ દૂર કરવામાં આવી હતી.

શેખ આશિક હુસેને જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટ પછી જમ્મુ-કાશ્મીરની સિૃથતિને કારણે રાજ્યના આૃર્થતંત્રને એક અંદાજ મુજબ ૧૫,૦૦૦ કરોડ રૃપિયાનું નુકસાન ાૃથયું છે. અમે એક સપ્તાહની અંદર નુકસાન અંગેના ચોક્કસ આંકડા રજૂ કરીશું. તેમણે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ સર્વિસ બંધ હોવાને કારણે તથા દેખાવો અને હડતાળને કારણે આૃર્થતંત્રને નુકસાન થયું છે તથા અનેક લોકોને નોકરી ગુમાવવી પડી છે.

કેન્દ્ર સરકારના નિર્ણય પછી હેન્ડીક્રાફ્ટ, ટુરિઝમ અને ઇ-કોમર્સ સેક્ટરને સૌાૃથી વધુ નુકસાન થયું છે. જો કે રાજ્યમાંથી મોટા ભાગના પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે પરંતુ ઇન્ટરનેટ અને પ્રીપેડ મોબાઇલ ફોન હજુ પણ બંધ છે. ખીણમાં પોસ્ટપેઇડ સેલફોન અને લેન્ડલાઇન ફોન ચાલુ છે. જો કે પોસ્ટપેઇડ ફોન ઉપરાંતથી પણ એસએમએસ બંધ છે. ફક્ત હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં ૫૦,૦૦૦ લોકોએ રોજગારી ગુમાવી છે. કોમ્યુનિકેશન સુવિધાને અભાવે સેક્ટરના કારીગરો અને વેપારીઓને નવા ઓર્ડર મળી રહ્યાં નથી.

ઉચું કૌશલ્ય ધરાવતા કારીગરો પણ પોતાની દૈનિક જરૃરિયાત પૂર્ણ કરવા માટે અન્ય નોકરી શોધી રહ્યાં છે. હોટેલ અને રેસ્ટોરન્ટ સેક્ટરમાં ૩૦,૦૦૦ લોકોએ રોજગારી ગુમાવી છે. ઇ-કોમર્સ સેક્ટરમાં ૧૦,૦૦૦ લોકોએ નોકરી ગુમાવી છે. કાશ્મીરમાં હાલમાં બજારો સવારે વહેલા ખુલી જાય છે પઁણ બપોરે એક વાગ્યે બંધ થઇ જાય છે કારણકે વિવિધ સંગઠનોએ કેન્દ્રના નિર્ણયની વિરુદ્ધમાં અનિશ્ચિતકાળ માટે બંધની જાહેરાત કરી છે. ટુરિઝમ સેક્ટરને સૌથી મોટું નુકસાન થયું છે કારણકે પાંચ ઓગસ્ટ પહેલા જ સરકારે બિન સૃથાનિકોને ખીણ છોડી દેવાનો આદેશ આપ્યો હતો.

READ ALSO

Related posts

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

સોનભદ્રમાં 3000 ટન સોનું મળવાથી બેઘર થઈ જશે આટલા પરિવાર

Arohi

ટ્રમ્પના આગમન પહેલાં અમદાવાદમાં કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન, અમેરિકા જેવા બનાવેલા રસ્તાઓ પર ઉઠાવ્યા સવાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!