GSTV
Home » News » કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત લઈ આવી તમામ સેવાઓ પરત, સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલમાં ઈન્ટરનેટ પુન: શરૂ

કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત લઈ આવી તમામ સેવાઓ પરત, સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલમાં ઈન્ટરનેટ પુન: શરૂ

જમ્મુ કાશ્મીરને નવા વર્ષની ભેટ મળતા મંગળવારે અડધી રાતથી કાશ્મીરના તમામ વિસ્તારમાં એસએમએસ સુવિધા પુનઃ કાર્યરત કરવામાં આવી છે. આ  ઉપરાંત સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલમાં ઈન્ટરનેટ સેવાને પણ શરૂ કરવામાં આવી છે. 5 ઓગસ્ટે આર્ટિકલ 370ને હટાવ્યા બાદ ખીણ પ્રદેશમાં લેન્ડલાઈન, ઈન્ટરનેટ અને એસએમએસની સુવિધા બંધ કરવામાં આવી હતી.

અડધી રાતથી શરૂ કરવામાં આવી બ્રોડબેંડ સેવાઓ

જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે જણાવ્યુ કે મંગળવારે અડધી રાતથી સરકારી સ્કૂલ અને હોસ્પિટલમાં પણ બ્રોડબેંડ સેવાઓ શરૂ કરવામાં આવી છે. મોબાઈલ સેવા શરૂ કરવાના આ પગલાંને કાશ્મીરના લોકોએ આવકાર્યું છે. ત્યારે સ્થાનિક લોકોનું માનવું છે કે સરકારે લોકો માટે બ્રોડબેંડ ઈન્ટરનેટ સેવાઓને પણ હવે શરૂ કરવામાં આવે.

આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઈન્ટનેટ સેવાઓ પર લગાવવામાં આવી હતી રોક

આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવવામાં આવી હતી. હવે આ પ્રતિબંધ ધીમ ધીમે છૂટ આપવામાં આવી રહી છે. પહેલાં લેન્ડલાઈન શરૂ કરાઈ જે બાદ પોસ્ટપેડ મોબાઈલ ફોન સેવા શરૂ કરાઈ હતી. પછી જમ્મુમાં બ્રોડબેંડ ઈન્ટરનેટ સેવા અને હવે એસએમએસ સેવા પુનઃ કાર્યરત કરાઈ છે.

Read Also

Related posts

શિવસેનાને આ ચૂંટણીમાં હંફાવવા અહીં કોંગ્રેસ સક્રિય થઈ, ભાજપ થઈ ખુશખુશહાલ

Bansari

પશ્ચિમી એશિયાના બહેરીન અને કુવૈત પણ કોરોનાની ઝપટમાં, 31 દેશોમાં કરી ચુક્યો છે પગ પેસારો

Arohi

દિલ્હી વિવાદ: ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, ઉપરાજ્યપાલ સહિત મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!