GSTV

બીકીની પહેરીને કાશ્મીરા શાહે આપી દિવાળીની શુભેચ્છા, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

કાશ્મીરા

બોલિવૂડની એક્ટ્રેસ કાશ્મીરા શાહે દસ કિલોગ્રામ વજન ઘટાડી દીધું છે અને તે ફરી એક વાર શેઇપમાં આવી ગઈ છે જેનું પ્રદર્શન તે સોશિયલ મીડિયા પર બેફામપણે કરી રહી છે. તેના હોટ શોટ્સને સારી એવી લાઇક્સ મળી રહી છે અને ફેન્સનું માનવું છે કે તેની ઉંમરમાં પણ ફરક પડી ગયો છે.

આ વખતની દિવાળીના પ્રસંગે કાશ્મીરા શાહે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે સ્કાય બ્લૂ કલરની બીકીની પહેરીને જોવા મળી હતી.

કાશ્મીરા

કાશ્મીરાની તસવીરો પણ ભડક્યા યુઝર્સ

આ બીકીની વાળા ફોટો પોસ્ટ કરીને તેણે કેપ્શનમાં લખ્યું હતું કે સૌને હેપ્પી દિવાળી. તમારા સૌની સંભાળ રાખજો અને પ્રાણીઓ પ્રત્યે ખાસ દયાભાવ રાખજો.

જોકે દિવાળીની શુભેચ્છા માટે કાશ્મીરાની આ સ્ટાઇલ લોકોને પસંદ પડી નથી. આ માટે તેને ટ્રોલ કરી દેવામાં આવી છે. ઘણા લોકોનું કહેવું છે કે દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે આ રીતે બીકીની પહેરીને કોણ શુભકામના પાઠવે છે.

કાશ્મીરા શાહની આ સ્ટાઇલ લોકોને પસંદ આવી કે ના આવી, તેનો વિરોધ થયો કે ના થયો પરંતુ કાશ્મીરાનું કામ થઈ ગયુ અને તે ચર્ચામાં આવી ગઈ.

Read Also

Related posts

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

પ્રખ્યાત દિવંગત સંગીતકાર વાજિદની પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પરિવાર વિશે કહી આ મોટી વાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!