GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

Corona પર મોદીના મત વિસ્તારના કાશીના પંડિતોએ કરી ભવિષ્યવાણી, 972 વર્ષ બાદ થયો છે આ ખાસ સંયોગ

Corona

જેઠ માસની અમાસ પર શનિ દેવનો જન્મ થયો હતો. માટે આ દિવસે શનિજયંતી ઉજવવામાં આવે છે. આ વખતે શનિજયંતી 22 મે એટલે કે આજે છે. આ દિવસે શનિ દેવના પૂજનનો વિશેષ મહિમા છે. કાશીના જ્યોતિષિયોએ 972 વર્ષો બાદ શનિ જયંતી પર બની રહેલા વિશેષ સંયોગ વિશે જણાવ્યું છે.

કોરોના (Corona)ના સંક્રમણકાળમાં જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તે કોઈ નવી આશાથી ઓછી નથી. જ્યોતિષિયો અનુસાર શનિ જયંતીના દિવસે ચાર ગ્રહ એક જ રાશિમાં રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આવા સંયોગમાં 22 મેં શનિ જયંતી બાદથી કોરોના મહામારીમાં પણ કમી આવી શકે છે.

Corona

આજે જ્યારે આધુનિક મેડિકલ સાયન્સ પણ કોરોના મહામારીના આગળ નતમસ્તક થતું જોવા મળી રહ્યું છે તો કોઈ પણ અન્ય કારણથી મળી રહેલી ખબર આશાને વધારી રહી છે. ધર્મની નગરી કાશીના જ્યોતીષોએ આ વખતે 972 વર્ષો બાદ પડનાર શનિ જયંતીના વિશેષ અવસર પર એવી જ આશા જાહેર કરી છે.  

જ્યોતિષાચાર્ય અને કાશી વિદ્વત પરિષદના સંગઠન મંત્રી પંડિત દિપક માલવીને જ્યોતિષ શાસ્ત્રનું અધ્યયન કરીને જણાવ્યું કે 22 મે એ શનિ જયંતી પર થનાર વિશેષ સંયોગ કોરોના જેવી મહામારીને હરાવવામાં કારગર હશે અને શનિ જયંતી બાદ કોરોના મહામારી ઓછી થતી જોવા મળી શકે છે.

Corona

પંડિત દીપક માલવીને જણાવ્યું કે કોઈ પણ રોગ કે સંક્રમણની અવધિ એક ગ્રહણ કાળથી બીજા ગ્રહણ કાળ સુધી જ રહે છે. એવામાં કોરોના સંક્રમણની શરૂઆત ગયા વર્ષે 26 ડિસેમ્બર 2019એ થયેલા સૂર્ય ગ્રહણથી થઈ હતી જે હવે આવતા 21 જૂન 2020એ થનાર સૂર્યગ્રહણ સુધી રહેશે.

તેમણે જણાવ્યું કે 22 મેએ જેઠ કૃષ્ણ અમાસ એટલે કે શનિ જયંતી એ એક મોટો સંયોગ થવા જઈ રહ્યો છે. શનિ પાપ ગ્રહ, ન્યાયના દેવતા અને ક્રૂર ગ્રહ પણ છે. જે લોકોની ઉપર શનીની સાડા સાતી અને શનીની મહાદશા ચાલી રહી હોય તેમના માટે સ્વર્ણિમ યોગ છે. આ સંયોગમાં શનિ દેવની આરાધના કરીને આ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. પંડિત દિપક માલવીનને જણાવ્યું કે 972 વર્ષ બાદ 22 મેઅ શનિજયંતી પર ચાર ગ્રહ સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર એક સાથે વૃષભમાં રહેશે. આવો જ સંયોગ ઈ.સ 1048માં થયો હતો અને હવે પાંચ વર્ષો બાદ થશે. આ વિશેષ સંજોગમાં શનિ દેવની ઉપાસના, આરાધના અને તેમની સામાગ્રિયોને દાન આપવાથી વધુમાં વધુ લાભ મળશે.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!