GSTV

કાસગંજ હત્યાકાંડ : રેડ કરવા પહોંચેલી પોલીસ પર હુલમો, એન્કાઉન્ટરમાં એક આરોપીને કર્યો ઠાર

Last Updated on February 10, 2021 by Mansi Patel

કાસગંજમાં દારૂ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કર્યા પછી જાણકારી છે કે પોલીસે આ હત્યાકાંડમાં આરોપીને મુઠભેડ ઠાર કર્યો છે. જો કે ઘટનાના મુખ્ય આરોપી મોટી ધીમર હજુ પણ પોલીસને મળ્યો નથી. જાણકારી મુજબ સિઢપુરા થાણા ક્ષેત્રમાં નગરા ધીમર નજીક કાળી નદી કિનારે એન્કાઉંટર થયું. એનાઉન્ટરમાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ મોટી ધીમરના ભાઈ ઇલાકારના રૂપમાં થઇ છે.

એક કોન્સ્ટેબલની મોત

જણાવી દઈએ કે આ પહેલા ખબર આવી હતી કે કાસગંઝના સિઢપુરા ક્ષેત્રના ગામ નગલા ધીમરમાં ગેરકાયદેસર દારૂનો કારોબાર બંધ કરાવવા ગયેલ પોલીસની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. દારૂ માફિયાઓએ પહેલા એક સબ ઇન્સપેકર અને સિપાહીને બંધક બનાવી લીધા અને પછી બંનેને ગાયબ કરી દીધા હતા. ત્યાર પછી સબ ઇન્સ્પેકટર ઘાયલ અવસ્થામાં ખેતરમાંથી મળ્યો હતો. જયારે સિપાહીની લાશ બીજી જગ્યાએથી મળી.

જણાવવામાં આવી રહ્યું છે કે નગલા ધીમર ગામમાં પોલીસને મોટા પાયદાન પર ગેકાયદેસર દારૂનો કારોબાર થતો હોવાની ખબર મળી હતી. ખબર મળવા પર પોલીસની ટીમે ગયા મંગળવારે ગામમાં રેડ કરી હતી પરંતુ આ વાતની જાણ દારૂ માફિયાઓને પહેલા જ થઇ ગઈ હતી. આરોપીઓએ રેડ કરી રહેલ પોલીસની ટીમને ઘેરી લીધી અને સબ ઇન્સ્પેકટર અશોક અને કોન્સ્ટેબલ દેવેન્દ્રને બંધક બનાવી લીધો.

આરોપી પર NSA લગાવવાનો આદેશ

ઘટના સામે આવ્યા પછી યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોપીઓ પર NSA લગાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ કોન્સ્ટેબલ દેવેન્દ્રના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક મદદનું એલાન કર્યું છે. આશ્રિતોને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.

Read Also

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!