GSTV

કસૌટી ઝિંદગી કી-2 : આ હૉટ એક્ટ્રેસ છે નવી કોમોલિકા, જુઓ તેની પહેલી ઝલક

મોસ્ટ અવેઇટેડ ટેલિવિઝન સીરિયલ કસોટી ઝિંદગી કીની બીજી સીઝનનો નવો પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો છે. આ શૉ 25 સપ્ટેમ્બરથી રાત્રે 8 વાગે ઓનએર કરવામાં આવશે. પ્રેરણા-અનુરાગની અતૂટ લવસ્ટોરીની વિલન કોમોલિકાના લુક માટે સૌકોઇ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. સામે આવેલા આ નવા પ્રોમોમાં કોમોલિકાની પહેલી ઝલક જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

કોમોલિકાના રોલમાં હિના ખાન જોવા મળશે. જો કે આ અંગે હજુ સુધી સત્તાવાર ધોરણે કોઉ પુષ્ટિ થઇ નથી. પ્રોમોમાં કોમોલિકાનો બેક લુક જોવા મળે છે. ઉર્વશી ધોળકિયાની જેમ નવી કોમોલિકા પણ પોતાની લટો ફેરવતી જોવા મળી રહી છે. હિના ખાનના આ લુકને ખૂબ જ સ્ટાઇલિશ રાખવામાં આવ્યો છે. વીડિયોમાં બેકલેસ બ્લાઉઝમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. હિનાની ચાલ અને તેની અદાઓ કોમોલિકાની યાદ અપાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan) on

પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રેરણા અને અનુરાગના પિતા તેમના લગ્ન વિશે વિચારી રહ્યાં છે પરંતુ અનુરાગની માતા લગ્નની વિરુદ્ધ છે. તે પ્રેરણા જેવી મિડલ ક્લાસની યુવતીને પોતાના ઘરમી પુત્રવધુ બનાવવા નથી ઇચ્છતી. તે ઇચ્છે છે કે તેમની પુત્રવધુ કોઇ હાઇક્લાસની યુવતી હોય અને ખૂબ જ સુંદર હોય. તે પછી એન્ટ્રી થાય છે કોમોલિકાની.

ઉલ્લેખનીય છે કે પ્રેરણાના પાત્રમાં એરિકા ફર્નાન્ડિસ ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ આ કપલ અગાઉની જોડી સીઝેન ખાન અને શ્વેતા તિવારી આગળ ફિકી લાગી રહી છે. અગાઉ તેવા પણ અહેવાલ મળ્યાં હતાં કે પ્રેરણાના રોલ માટે શ્વેતા તિવારીની દિકરી પલકને અપ્રોચ કરવામાં આવી હતી. શ્વેતાએ આ ઑફર તેમ કહીને ઠુકરાવી હતી કે હાલ પલક કોઇ શૉ કરવા નથી માંગતી.

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!