GSTV
Home » News » Video : કસૌટી…માં કોમોલિકાની એન્ટ્રી, હિના ખાનનો કિલર લુક વાયરલ

Video : કસૌટી…માં કોમોલિકાની એન્ટ્રી, હિના ખાનનો કિલર લુક વાયરલ

ટીવી પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાન અત્યારસુધી દર્શકોની ફેવરેટ બહુ અક્ષરા તરીકે જાણીતી હતી. લાંબા સમય સુધી પોઝીટીવ ભુમિકા ભજવ્યા બાદ હવે હિના ખાન કોમોલિકાના રૂપમાં ટીવીની વેમ્પ તરીકે નજરે પડશે. એક્તા કપૂરના શૉ ‘કસૌટી ઝીંદગી કી’માં આખરે હિના ખાનની એન્ટ્રી થઇ ગઇ છે. શૉમાં એક્ટ્રેસ હિના નેગેટિવ રોલમાં જોવા મળી રહી છે.

રવિવારે એક્તા કપૂરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એર પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કસૌટીનો એક જબરદસ્ત પ્રોમો શેર કર્યો છે. આ કોમોલીકાના ફર્સ્ટ લુકનો પ્રોમો છે.

 

View this post on Instagram

 

A post shared by Ek❤️kzk N Lailamajnu (@ektaravikapoor) on

પ્રોમોમાં એક્ટ્રેસ હિના ખાનની કોમોલીકા તરીકે એન્ટ્રી થાય છે. હિનાની એન્ટ્રી ખૂબ જ જબરદસ્ત રીતે દર્શાવવામાં આવી છે. હિનાનો લુક ખૂબ જ એક્ટ્રેક્ટિવ બનાવવામાં આવ્યો છે.

 

 

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પ્રોમોમાં કોમોલિકાનો બેક લુક જોવા મળે છે. ઉર્વશી ધોળકિયાની જેમ નવી કોમોલિકા પણ પોતાની લટો ફેરવતી જોવા મળી રહી છે. હિના ખાનના આ લુકને ખૂબ જ સ્ટાઇલિશ રાખવામાં આવ્યો છે. વીડિયોમાં બેકલેસ બ્લાઉઝમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. હિનાની ચાલ અને તેની અદાઓ કોમોલિકાની યાદ અપાવે છે.

ઉલ્લેખનીય છે કે પ્રેરણાના પાત્રમાં એરિકા ફર્નાન્ડિસ ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ આ કપલ અગાઉની જોડી સીઝેન ખાન અને શ્વેતા તિવારી આગળ ફિકી લાગી રહી છે. અગાઉ તેવા પણ અહેવાલ મળ્યાં હતાં કે પ્રેરણાના રોલ માટે શ્વેતા તિવારીની દિકરી પલકને અપ્રોચ કરવામાં આવી હતી. શ્વેતાએ આ ઑફર તેમ કહીને ઠુકરાવી હતી કે હાલ પલક કોઇ શૉ કરવા નથી માંગતી.

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!