GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સીધી-સાદી ‘અક્ષરા’ બનશે ‘વિલન’?,‘કસોટી ઝિંદગી કી’માં ‘કોમોલિકા’ તરીકે દેખાશે!

એકતા કપૂરના જાણીતા શો ‘કસોટી ઝિંદગી કી’ એક વાર ફરીથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે આ શોના યાદગાર પાત્ર અને ટીવી સૌથી પોપ્યુલર વિલન ‘કોમોલિકા’નું પાત્ર કોણ ભજવશે તે અંગે અટકળો ચાલી રહી છે. એકતા કપૂરે પોતે સ્વીકાર્યું છે કે ‘કોમોલિકા’ તરીકે ઉર્વશી ધોળકિયાનું રિપ્લેસમેન્ટ શોધવું અઘરું છે. એકતાએ સોશિયલ મીડિયા પર આ વાત કરી હતી.

હવે ‘કોમોલિકા’ના પાત્ર માટે હવે સીધી-સાદી ‘અક્ષરા’ એટલે કે હિના ખાનનું નામ સામે આવી રહ્યું છે. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, “હિના સાથે આ રોલ અંગે વાતચીત ચાલી રહી છે. અને પોઝિટિવ રિસપોન્સ મળી રહ્યો છે ત્યારે શોના મેકર્સ પણ હિનાને ‘કોમોલિકા’ બનાવવા માટે ઉત્સાહિત છે. જલ્દી હિના આ શો સાઈન કરી શકે છે.”

કોમોલિકાના પાત્ર માટે પહેલા બે નામ સાંભળવા મળ્યા હતા. પહેલું ‘ઈશ્કબાઝ’ની રેહાના મલ્હોત્રા અને બીજું મધુરિમા તૂલી. જો કે આ બંને નામોને એકતા કપૂરે નકાર્યા લીધા હતા.

જો હિના ‘કોમોલિકા’નું પાત્ર ભજવશે તો ફિક્શન જોનરમાં તે બે વર્ષ પછી ટીવી પર પાછી ફરશે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવીને હિના ઘરે-ઘરે જાણીતી થઈ ગઇ હતી અને તે લોકોની ફેવરેટ બની ગઇ હતી. તે શો છોડ્યા પછી હિનાએ નોન-ફિક્શન જોનરમાં કામ કર્યું. હિના ‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બોઝ 11’માં જોવા મળી હતી અને બિગ બોઝમાં તે સેકન્ડ વિનર આવી હતી.

Related posts

VIDEO: સ્વમીંગ પૂલમાં એકદમ જલપરી માફક દેખાઈ રહી છે સારા અલી ખાન, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

Pravin Makwana

હિના ખાન બની રાધા: ફૂલોના ઝૂલા પર ઝૂલતી નજર આવી એક્ટ્રેસ, જુઓ આ શાનદાર વીડિયો

Pravin Makwana

સંજય દત્તની તબીયત ઉપર બોલી માન્યતા, સંજુ ફાઈટર છે, આ સમય પણ ચાલ્યો જશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!