GSTV

‘કસૌટી ઝિંદગી કી 2’ના ટ્રેલરમાં શાહરૂખ અને નવા અનુરાગ-પ્રેરણા

આશરે એક દશકા બાદ પૉપ્યુલર શૉ કસૌટી ઝીંદગી કી ફરીથી ટીવી પર દસ્તક આપવા માટે તૈયાર છે. 25 સપ્ટેમ્બરના ઑન એર થવા જઇ રહેલા શૉ કસૌટી ઝિંદગી કી-2નું પહેલું ટ્રેલર રિલિઝ કરી દેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ રોમેન્ટિક ટીવી શૉના વિડિયોમાં કિંગ ઑફ રોમાન્સ શાહરૂખ ખાન નવા સમયના પ્રેરણા અને અનુરાગનો પરિચય દર્શકોને આપી રહ્યાં છે.

શૉના આ ખાસ વિડિયોને પ્રોડ્યુસર એક્તા કપૂરે શેર કર્યો છે. શાહરૂખ ખાન આ વિડિયોમાં શૉની નવી રોમેન્ટિક સ્ટોરીને બોલીવુડ અંદાજમાં વ્યક્ત કરી રહ્યાં છે. જાણે કે તે કોઇ ફિલ્મનો રોમેન્ટિક ડાયલૉગ બોલી રહ્યા છે. શાહરૂખે શૉના પાત્રો પ્રેરણા અને અનુરાગના પ્રેમની દાસ્તાનને નવા અંદાજમાં વ્યક્ત કરી છે.

શાહરૂખ બાદ વિડિયોમાં અનુરાગ અને પ્રેરણાની એન્ટ્રી થાય છે. પ્રેરણાના પાત્રમાં એરિકા ફર્નાન્ડિસ ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ આ કપલ અગાઉની જોડી સીઝેન ખાન અને શ્વેતા તિવારી આગળ ફિકી લાગી રહી છે.

અગાઉ તેવા પણ અહેવાલ મળ્યાં હતાં કે પ્રેરણાના રોલ માટે શ્વેતા તિવારીની દિકર પલકને અપ્રોચ કરવામાં આવી હતી. શ્વેતાએ આ ઑફર તેમ કહીને ઠુકરાવી હતી કે હાલ પલક કોઇ શૉ કરવા નથી માંગતી.

Related posts

શાહરૂખની ઑનસ્ક્રીન દીકરીના પિતાનું થયું નિધન, આ કારણે નહીં કરી શકે અંતિમ દર્શન

Bansari

હાથમાં વેલણ લઇને જેનેલિયા ડિસુઝાએ પતિ પાસે ઘસાવ્યા વાસણ, જોવા જેવો છે એક્ટરનો આ Funny Video

Bansari

દુનિયાના 150 દેશમાં સક્રિય છે તબલિગી જમાત, પરંતુ ઈસ્લામના ઉદગમ બિંદુ સમાન આ બે દેશમાં છે પ્રતિબંધિત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!