GSTV

ફસાયા/ 2008માં મુંબઈ આતંકી હુમલામાં સામેલ આતંકી અજમલ કસાબની મદદ પરમબીરે કરી, લાગ્યા આ મોટા આક્ષેપો

Last Updated on November 25, 2021 by pratik shah

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર મહારાષ્ટ્ર પોલીસના નિવૃત્ત એસીપી શમશેરખાન પઠાણે સ્ફોટક આરોપો લગાવ્યા છે. પઠાણનું કહેવું છે કે, 2008માં મુંબઈ આતંકી હુમલામાં સામેલ આતંકી અજમલ કસાબની મદદ પરમબીરે કરી હતી. કસાબ પાસે મળેલો ફોન પરમબીરે પોતાની પાસે રાખી લીધો હતો અને તે તપાસ અધિકારીઓને ક્યારેય આપ્યો નહોતો. આ ફોન થકી જ કસાબને હુમલા દરમિયાન પાકિસ્તાનમાંથી સૂચનાઓ મળી રહી હતી.

શમશેરખાન પઠાણને ટાંકીને દાવો કરવામાં આવ્યો

મીડિયા રિપોર્ટમાં શમશેરખાન પઠાણને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, પરમબીરે બીજા કેટલાક આંતકીઓને પણ મદદ કરી હતી. પઠાણે મુંબઈ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં કહ્યું છે કે, હું 2007 થી 2011 દરમિયાન મુંબઈમાં સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત હતો.જ્યારે કસાબ પકડાયો ત્યારે મને મારા સાથી અધિકારી એન આર માળીએ કહ્યું હતું કે, કસાબ પાસેથી એક મોબાઈલ ફોન પણ મળ્યો છે અને જે અધિકારીઓ સ્થળ પર છે તેમાં એટીએસના તે સમયના ચીફ પરમબીર સિંહ પણ છે. આ ફોન કોન્સ્ટેબલ પાસેથી લઈને પરમબીરે રાખી લીધો હતો.

પઠાણના દાવા પ્રમાણે આ ફોન મહત્વનો પૂરાવો

પઠાણના દાવા પ્રમાણે આ ફોન મહત્વનો પૂરાવો હતો. કારણ કે તેના પર જ કસાબ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓ પાસે સૂચનાઓ મેળવી રહ્યો હતો. મને પાછળથી ખબર પડી હતી કે, તપાસમાં ફોનનો કોઈ રોલ જ નહોતો. કોર્ટમાં પણ પોલીસે કહ્યું હતું કે, કોઈ ફોન મળી આવ્યો નથી.

પઠાણનું કહેવું છે કે, આ ફોન થકી પાકિસ્તાન જ નહીં ભારતમાં પણ આતંકીઓના કેટલાક હેન્ડલર પકડાય અને તેમાંથી ભારતના પણ કેટલાક પ્રભાવશાળી લોકોના નંબર મળી આવે તેવી શંકા હતી. જો આ ફોન તે સમયે ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવ્યો હોત તો કદાચ વધારે જાણકારી મળી હોત. મારી સાથી અધિકારી માળી સાથે મારે થોડા દિવસ પહેલા વાત થઈ હતી અને માળીએ મને કહ્યું હતું કે, આ ફોન અંગે બાદમાં મેં પરમબીર સિંહ સાથે વાત કરી હતી ત્યારે પરમબીર સિંહે મારા પર ભડકી ગયા હતા અને ઓફિસમાંથી મને બહાર કાઢી મુકયો હતો. પઠાણનો આક્ષેપ છે કે, આ ઘટનાની જાણકારી ઉપરી અધિકારીઓને અપાયા પછી પણ પરમબીર સિંહ સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!