GSTV
Gandhinagar Life Religion Trending

વરસાદ બનશે વિલન/ કડવા ચોથે આ શહેરોમાં નહીં થાય ચંદ્રદર્શન, હવામાન વિભાગે વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી

કરવા

યુપીથી લઈને તામિલનાડુ સુધી ઓકટોબરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એવામાં ઘણાં લોકોના મનમાં કમોસમી વરસાદને લઈને કેટલાંય સવાલો થતા રહે છે. આજે કડવા ચોથનો તહેવાર પણ છે. એવામાં મહિલાઓના મનમાં આ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જે રીતે સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તો કડવા ચોથના સાંજે આકાશમાં ચંદ્રદર્શન થશે કે નહીં. હવામાન વિભાગ દ્વારા દેશના મુખ્ય શહેરોને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેવું રહેશે વાતાવરણ, કયા થશે વરસાદ, તમારા શહેરમાં ચાંદ દેખાશે કે નહીં, વાતાવરણની શું સ્થિતી રહેશે આવા બધા સવાલોના આ છે જવાબ.

કરવા

આ રાજ્યોમાં પડશે વરસાદ, યલો એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગ દ્વારા, ગુરુવાર એટલે કડવા ચોથના દિવસે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ , ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશ, છત્તીસગઢ, આંધ પ્રદેશ, તેલંગાણા, પુંડુચેરી, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, ત્રિપુરામાં ગાજવીજ-ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ રાજ્યોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. IMDએ 24 રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

કડવા ચોથના દિવસે કેવું રહેશે દિલ્લીમાં વાતાવરણ

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ ગુરુવારે દિલ્લી-એનસીઆરમાં વાદળાં ઘેરાયેલા રહેશે, પણ વરસાદની સંભાવના ઓછી છે. અહીંયા ચાંદ દેખાવાનું અનુમાન છે. નોઇડા અને ગાઝિયાબાદમાં પણ ગુરુવારના ચાંદ દેખાશે તેવું અનુમાન કરાયું છે. શહેરમાં સૂર્યાસ્તનો સમય સાંજે 5.53 વાગે અને ચંદ્રોદયનો સમય રાતના 8.09 વાગે જણાવ્યું છે. ગુરુવારે બંને શહેરોના વાતાવરણમાં રાત્રે વરસાદ પડવાની સંભાવના નથી.

પંજાબ, હરિયાણામાં વાદળો છવાયેલા રહેશે

હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવું અને પંજાબના ઉપર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાથી ભેજવાળી હવાઓના કારણે હરિયાણાનું વાતાવરણ બદલાયું છે. હવામાન વિભાગ દ્વારા 13 ઓકટોબર પછી રાજ્યમાં મોટાભાગનાં ક્ષેત્રોમાં વાતાવરણ સામાન્ય રીતે ખુલ્લું રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. એની સાથે જ કેટલાંક જિલ્લામાં વાદળાં ઘેરાયેલા રહેશે. જ્યાં ચંદ્ર દેખાવા પર આશંકા છે.

યુપીમાં વરસાદની સંભાવના

યુપીમાં વરસાદી માહોલ હજુ પણ ચાલુ છે. આઈએમડી અનુસાર પૂર્વી ઉત્તર પ્રદેશ કરતાં પશ્ચિમી જિલ્લાઓમાં ચોમાસું હજુ વધારે સક્રિય રહેશે. એવામાં પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાંક જિલ્લાઓમાં ગાજવીજ અને ચમકારાની સાથે વરસાદની સંભાવના છે. લખનૌમાં 13 ઓકટોબરને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ આકાશમાં હળવા વાદળો ઘેરાયેલા રહેશે. જેને પગલે મોટાભાગના સ્થળો પર ચંદ્ર દેખાશે નહીં.

કડવા ચોથ પર તમારા શહેરમાં કેવું રહેશે વાતાવરણ?

હવામાન વિભાગે જણાવ્યા મુજબ 13 ઓકટોબરના વિભિન્ન રાજ્યોમાં વાદળાં ઘેરાયેલા રહેશે. જુદા-જુદા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શકયતા છે. દિવસભર સૂર્ય વાદળોની પાછળ સંતાયેલો રહેશે, રાતના 8 વાગીને 19 મિનિટ પર ચંદ્રોદય થશે. કેટલાંક સ્થળે વાદળાં હોવાથી આ સમય આગળ પાછળ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યા મુજબ 13થી 16 તારીખ સુધી વાદળાં ઘેરાયેલા રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો

Padma Patel

અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ

Padma Patel

સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા

Padma Patel
GSTV