GSTV

‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિકનો નવો લુક થયો વાયરલ, રબને બના દી જોડીની અપાવી યાદ

Last Updated on July 15, 2019 by

લુકા છૂપી ફેમ એક્ટર કાર્તિક આર્યન તેની આવનારી ફિલ્મ પતિ પત્ની ઔર વોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ વચ્ચે કાર્તિકે ફિલ્મમાં લુકની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં કાર્તિક આર્યન સીધો સાદો લુક રબને બના દી જોડીના શાહરૂખની યાદ અપાવે છે.

ફિલ્મમાં ચિન્ટુ ત્યાગીની ભૂમિકા નીભાવી રહેલો કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતાં એક ઈમોશનલ નોટ પણ લખી છે. કાર્તિકે લખ્યું, એક કિરદારને, તેની દુનિયામાં પાછળ છોડવો…અને એક નવો કિરદાર સ્વીકારવો તકલીફ આપે છે. પરંતુ રસપ્રદ પ્રક્રિયા છે.

એક અભિનેતા તરીકે તમને એક જિંદગીમાં ઘણી જિંદગી જીવવા મળે છે. કાર્તિકે પહેલા પણ આ ભૂમિકાની વિશેષતા બતાવી હતી. તેણે કહ્યું હતું કે આ ફિલ્મમાં તેનો રોલ એક સમર્પિત અને આશિક મિજાજ પતિનો છે. મુદસ્સર અઝિઝના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 1978માં બી.આર.ચોપરાની પતિ પત્ની ઔર વોની રિમેક છે.

ફિલ્મમાં કાર્તિક ઉપરાંત અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે. કાર્તિક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ આજ કાલમાં જોવા મળશે. તેમાં તેની સાથે સારા અલી ખાન દેખાશે. થોડા દિવસો પહેલા આ બંનેના ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. કાર્તિકની છેલ્લી ફિલ્મ લુકાછૂપીએ બોક્સઓફિસ પર સારું પરફોર્મ કર્યું હતું. તેણે તાજેતરમાં જ મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું છે.

Read Also

Related posts

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta

સેક્સ વર્કરનું કામ કરીને દરરોજ 88 હજાર રૂપિયા કમાતી હતી આ યુવતી, જણાવી એસ્કોર્ટ લાઇફની ચોંકાવનારી હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!