બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને મુંબઈના વર્સોવામાં એક ફ્લેટ ખરીદ્યો છે, જેની કિંમત 1.60 કરોડ રૂપિયા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યને એ જ ફ્લેટ ખરીધ્યો છે, જેમાં એક સમયે તે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો.

રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યન જ્યારે પણ ગ્વાલિયરથી મુંબઈ આવતો ત્યારે આ જ ફ્લેટમાં તેના કેટલાક મિત્રો સાથે રહેતો હતો. ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર કાર્તિકે યારી રોડ પર આવેલ એક ફ્લેટ માટે 1.60 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

જોકે કાર્તિકે આ અંગે કોઇ ખુલાસો કર્યો નથી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વર્ષે મે મહિનામાં ફ્લેટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તે સમયે સ્ટેમ્પ ડ્યૂટી માટે 9.60 લાખ ચૂકવવામાં આવ્યા હતા. પ્રોપર્ટી ડોક્યૂમેન્ટ્સમાં કાર્તિકની માં માલા તિવારીનું નામ પણ છે.

કાર્તિક ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં સારા અલી ખાન સાથે જોવા મળશે. હજી આ ફિલ્મ માટે કોઇ ટાઇટલ નક્કી થયું નથી. આ સિવાય કાર્તિક ફિલ્મ ‘પતિ-પત્ની ઓર વો’માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક સાથે અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર હતાં.