GSTV
Home » News » કાર્તિકે માની દીપિકાની વિનંતિ અને એરપોર્ટ પર કહ્યું કઈંક એવું કે વીડિયો બની ગયો વાયરલ

કાર્તિકે માની દીપિકાની વિનંતિ અને એરપોર્ટ પર કહ્યું કઈંક એવું કે વીડિયો બની ગયો વાયરલ

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે મુંબઈ એરપોર્ટ પત ‘ધીમે ધીમે’ ચેજેન્જ પર પરફોર્મ કર્યું. દીપિકા પાદુકોણે આર્યનને ધીમે-ધીમે ગીતનાં સ્ટેપ શીખવાડવાની વિનંતિ કરી હતી. આ ગીત કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ નું છે.

દીપિકા રેડ જેકેટ અને બ્લૂ ડેનિમમાં જોવા મળી. તો કાર્તિક પર્પલ જેકેટ અને બ્લેક કાર્ગોમાં જોવા મળ્યો. ડાન્સ પરફોર્મ બાદ દીપિકા તેની ફ્લાઇટ માટે નીકળી ગઈ, તો કાર્તિક તેની કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયો.

દીપિકાએ કાર્તિક માટે એક થેંક્યૂ નોટ પણ પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે, “કાર્તિક તમને તમારી ગર્મજોશી અને ઉત્સાહ માટે ધન્યબાદ, શુભકામનાઓ અને અઢળક પ્રેમ.”

કાર્તિકે પણ દીપિકા સાથે આ ચેલેન્જની તસવીર પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું, “હેશટેગધીમેધીમે ચેલેન્જ આગામી સ્તરે પહોંચી ગઈ છે. દીપિકા… બહું મજા આવી.”

આના એક દિવસ પહેલાં દીપિકાએ આ ચેલેન્જમાં ભાગ લેવા પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કાર્તિકને ‘ધીમે ધીમે’ ગીતનાં સિગ્નેચર સ્ટેપ શીખવાડવાની વિનંતિ કરી હતી.

પોતાના ઈંસ્ટાગ્રામમાં દીપિકાએ કાર્તિકને ટેગ કરી લખ્યું, “કાર્તિક શું તું મને ‘ધીમે ધીમે’ સ્ટેપ્સ શીખવાડીશ?” હું હેશટેગ ધીમેધીમે ચેલેન્જમાં ભાગ લેવા ઈચ્છું છું.

ઉલ્લેખનિય છે કે, ‘પતિ પત્ની ઔર વો’ માં કાર્તિક સિવાય ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે પણ છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!