GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અનન્યા પાંડેએ કહી એવી વાત કે ગુસ્સે થઈ ગયો કાર્તિક આર્યન, Video થઈ ગયો Viral

કાર્તિક આર્યન અને અનન્યા પાંડે હાલમાં ફિલ્મ પતિ-પત્ની ઓર વોની શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મની શૂટિંગ માટે બન્ને સ્ટાર્સ લખનઉ પહોંચ્યા. લખનઉમાં ફેમસ ટી-સ્ટોલ પર બન્ને સ્ટાર્સએ વિઝીટ કર્યુ. તે સમયે અનન્યા પાંડેએ કંઈક એવું કર્યું કે કાર્તિક આર્યન તેનાથી નારાજ થઈ ગયો. બન્ને સ્ટાર્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે એક ટી સ્ટોલમાં ઉભા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં કાર્તિક ચા અને કચોરી જોઈને ખુશ જોવા મળી રહ્યો છે. તેમણે અનન્યા પાંડેને ચા પીવા કહ્યું તો તેણે જવાબ આપ્યો કે તેને ચાથી એલર્જી છે. અનન્યાની વાત સાંભળીને કાર્તિક બોલ્યો, ‘એલર્જી હતી તો કેમ આવી છો?’ કાર્તિકની વાત સાંભળીને અનન્યા બોલે છે, ‘સો મીન.’

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેનો આ વીડિયો ખૂબ ચર્ચામાં છે. યુઝર્સની ઘણી કમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું, બહેનજીને ચાથી એલર્જી છે… તેને પુછો કે તે દુનિયામાં શા માટે આવી છે. એક યુઝરે લખ્યુ ચાથી એલર્જી, ટિપિકલ સાઉથ બોમ્બે બ્રાટ છે. આપણો તો દિવસ ચાલુ નથી થતો એક કપ ચા વગર.

Read Also

Related posts

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

બે ધારાસભ્યના રાજીનામા બાદ કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ, આણંદના ધારાસભ્યએ કહ્યું હું કોંગ્રેસમાં જ છું

Nilesh Jethva

રૂપાણી સરકારનું 14,000 કરોડના આર્થિક પેકેજમાં પ્રોપર્ટી ટેક્સને લઇને મોટી જાહેરાત, જાણો શેમાં અને કેટલી મળશે રાહત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!