બોલીવુડના જાણીતા એક્ટર કાર્તિક આર્યનને લઈને એક સમાચાર સામે આવ્યા છે, જેના કારણે તેના ફેન્સ દુઃખી થઈ શકે છે. એક લાઈવ સ્ટેજ શો દરમિયાન કાર્તિક આર્યન ઈજાગ્રસ્ત થયો હતો. કાર્તિક એક લાઈવ સ્ટેજ શોમાં ડાન્સ પરફોર્મન્સ આપી રહ્યો હતો ત્યારે તેની એન્કલ વળી ગઈ હતી, જેના કારણે તેને ઈજા થઈ હતી. કાર્તિક લગભગ 20-30 મિનિટ સુધી અસહ્ય પીડામાં હોવા છતાં તે શાંત હતો. સુત્રોના જણાવ્યા મુજબ કાર્તિકની સ્થિતિ હવે પહેલા કરતા સારી છે.
ડાન્સ પરફોર્મન્સ દરમિયાન થઈ હતી ઈજા
સુત્રોના જણાવ્યા મુજબ, ‘કાર્તિક આર્યન એક ઈવેન્ટનું ક્લોઝિંગ એક્ટ કરી રહ્યો હતો અને ભૂલ ભૂલૈયા-2 નું પોતાનું સિગ્નેચર સ્ટેપ કરી રહ્યો હતો, ત્યારે તેની એન્કલ વળી ગઈ હતી અને તે પોતાનો પગ પણ હલાવી શકતો ન હતો. કાર્તિકના પગની એન્કલ એવી રીતે વળી ગઈ કે તે ફરીથી સ્ટેજ પર પગ જ મૂકી ના શક્યો. શરૂઆતમાં બધાને લાગ્યું કે કાર્તિક પ્રૅન્ક કરી રહ્યો છે, પરંતુ તરત જ બધા સમજી ગયા કે તેને ઈજા થઈ છે.’ કાર્તિક તેની એક્ટિંગ તેમજ ક્યૂટ સ્માઈલ અને શાનદાર ડાન્સ મૂવ્સ માટે જાણીતો છે. કાર્તિક આર્યન દરેક ફિલ્મ કે ગીતમાં એવો ડાન્સ કરે છે, જે ટ્રેન્ડ થવા લાગે છે.
20-30 મિનિટ સુધી અસહ્ય દુખાવામાં હતો કાર્તિક
સુત્રોએ વધુમાં જણાવતા કહ્યું કે, ‘મેડિકલ હેલ્પ ન આવી ત્યાં સુધી કાર્તિકને લગભગ 20-30 મિનિટ સુધી અસહ્ય દુખાવાનો સામનો કરવો પડ્યો હતો. મેડિકલ ટીમ અને ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કાર્તિકના એન્કલની તપાસ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને આરામ મળ્યો હતો. આ પછી કાર્તિકને તેની વાનમાં લઈ જવામાં આવ્યો, જો કે કાર્તિક તે સમયે પણ પીડામાં હતો. આશ્ચર્યજનક વાત એ છે કે અમે બધા ચિંતિત હતા, પરંતુ કાર્તિક ખુબ જ શાંત હતો.’ અહેવાલો મુજબ, હવે કાર્તિક પહેલા કરતા વધુ સારો છે.
કાર્તિક ભવિષ્યમાં આ ફિલ્મોમાં જોવા મળશે
કાર્તિક આર્યનની ફિલ્મોને લઈને તેના ફેન્સ ખુબ ઉત્સાહિત રહેતા હોય છે. હાલમાં કાર્તિક પાસે ઘણી ફિલ્મો છે. ભવિષ્યમાં કાર્તિક કેપ્ટન ઇન્ડિયા, સત્યપ્રેમ કી કથા, લુકા છુપી-2 અને નિર્દેશક કબીર ખાન સાથે પણ એક ફિલ્મમાં જોવા મળશે. કાર્તિકની ફિલ્મ શહજાદાને ફેન્સ દ્વરા વધારે રિસ્પોન્સ મળ્યો ન હતો, પરંતુ ભૂલ ભૂલૈયા-2 અને ફ્રેડીને તે પહેલા ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યા હતા.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે