GSTV
Home » News » આ ત્રણ Hit ફિલ્મોની સિક્વલમાં દેખાશે કાર્તિક આર્યન

આ ત્રણ Hit ફિલ્મોની સિક્વલમાં દેખાશે કાર્તિક આર્યન

કાર્તિક આર્યન એક એવું નામ જે “પ્યાર કા પંચનામા” મુવીમાં લવ રંજન સાથે ઈન્ડસ્ટ્રીમાં આવ્યુ હતુ, પરંતુ ત્યારબાદ ક્યારેય પાછુ વળીને જોયુ નથી. ગ્વાલિયર જેવા નાના શહેરનો છોકરો પોતાની મહેનતનાં દમે આગળ વધ્યો છે. “સોનું કે ટીટુ કી સ્વીટી”માં એકવાર ફરી દમદાર એક્ટિંગની સાથે કાર્તિકે સાબિત કરી દીધુ કે તે બૉલીવુડમાં લાંબી ઈનિંગ રમાવાનો છે. કાર્તિક છેલ્લે કૃતિ સેનન સાથે ‘લુકાછુપી’માં દેખાયા હતા. જે બોક્સ ઓફિસ ઉપર હિટ સાબિત થઈ હતી. એકબાદ એક સતત હિટ મુવી આપ્યા બાદ કાર્તિકે વધુ ફિલ્મો સાઈન કરી છે. જાણકારી મુજબ, હાલમાં તેની પાસે ત્રણ-ત્રણ હિટ ફિલ્મોની સિક્વલની ઓફર છે.

અહેવાલોનું માનીએ તો, આ હીટ ફિલ્મોની સિક્વલમાં જો કાર્તિક આર્યને ધમાલ મચાવી તો તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિક્વલનાં નવા કિંગ સાબિત થશે.

દોસ્તાના 2

બૉલીવુડના ફેમસ ડાયરેક્ટર કરણ જોહરે હાલમાં જ એનાઉન્સ કર્યુ છેકે, તે 2008માં રિલીઝ થયેલી ફિલ્મ “દોસ્તાના”ની સિક્વલ બનાવશે. પહેલી ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જોનસ, અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ હતા. લાંબા સમય બાદ તેની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે, જેમાં કાર્તિક આર્યન અને જહાનવી કપૂર લીડ રોલમાં હશે, જોકે ત્રીજા એક્ટરના નામની જાહેરાત કરવામાં આવી નથી.

ભૂલ ભૂલૈયા 2

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2007માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ “ભુલ ભુલૈયા”ની સિક્વલ પણ બનશે, જેમાં અક્ષય કુમાર, શાઈની આહુજા અને વિદ્યા બાલન લીડ રોલમાં હતા. કહેવાઈ રહ્યુ છેકે, કાર્તિક આર્યનને આ ફિલ્મની સિક્વલમાં કામ કરવા માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. જોકે, હજી સુધી તેનું ઓફિશિયલ જાહેરાત કરાઈ નથી.

આજકલ

ઈમ્તિયાઝ અલીની “આજ કલ” વર્ષ 2009માં રિલીઝ થયેલી “લવ આજ કલ”ની સિક્વલ છે. પહેલાની ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતા. તો આ વખતે કાર્તિક આર્યન અને સારા અલી ખાનની જોડી સાથે દેખાશે. બંને એક્ટર્સે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. આ મૂવી આવતા વર્ષે 14 ફેબ્રુઆરી 2020માં રિલીઝ થશે.

આ સિક્વલ ફિલ્મો સિવાય કાર્તિક “પતિ, પત્ની ઔર વો”નું પણ શુટિંગ કરી રહ્યો છે. જેમાં અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. આ  ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે.

READ ALSO

Related posts

આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

Nilesh Jethva

લાલુ યાદવે 2006માં શરૂ કરાવેલી તમામ ગરીબરથ ટ્રેનો બંધ કરાશે, મોદી સરકારે ઘડી કાઢ્યો આ પ્લાન

Riyaz Parmar

બિહાર વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલાં શિક્ષકો પર પોલીસનું દમન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!