સારા અલી ખાન અને કાર્તિક આર્યન વચ્ચે લિંક અપની ખૂબ ચર્ચા છે. ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી ખાનની ફિલ્મ લવ આજ કલ 2 માં સાથે દેખાયા બાદ બંનેની મિત્રતા વધી ગઈ અને સમાચાર આવવા લાગ્યા કે બંને રિલેશનશિપમાં છે. પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ સમાચાર આવ્યા કે બંનેએ પોતાના રસ્તા અલગ કરી દીધા છે. આખરે મુદ્દો શુ હતો લોકો એ સમજી ના શક્યા કેમ કે આ મુદ્દા પર બંનેએ આજસુધી મૌન સાધ્યુ છે. પરંતુ હવે પહેલી વાર કાર્તિક આર્યને સારા અલી ખાનની સાથે લિંક-અપ વાળી અફવા પર મૌન સાધ્યુ છે. લવ આજ કલ 2 માં પહેલીવાર સારા અલી ખાન અને કાર્તિક આર્યન સાથે જોવા મળ્યા. બંનેની લિંક અપની ચર્ચાઓ પણ આ દરમિયાન ઝડપથી ફેલાઈ પરંતુ કાર્તિક અને સારા બંને એ ક્યારેય ડેટિંગની અફવાને સાચી ગણાવી નથી અને ના ક્યારેય આ સમાચારનુ ખંડન કર્યુ છે.

કાર્તિક આર્યને લિંક અપની અફવા પર શુ કહ્યું?
કાર્તિક આર્યને તાજેતરમાં જ પહેલીવાર સારા સાથે પોતાના લિંક અપની વાત પર મૌન તોડ્યુ છે. તાજેતરમાં જ જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શુ આ સમાચારમાં કોઈ સત્ય છે કે લિંક-અપ ફિલ્મોના પ્રમોશન માટે હોય છે. તેમણે સારા અલી ખાનનુ નામ લીધા વિના કહ્યુ, ના, ના… ત્યાં કંઈ પણ પ્રમોશનલ નહોતુ. હુ આ કેવી રીતે સમજાવુ? મારો અર્થ છે, અમે પણ માણસ છીએ… બધુ પ્રમોશનલ નથી. હુ આ વિશે આટલુ જ કહીશ.
સારાએ સ્વીકાર કર્યો હતો કે કાર્તિક પર ક્રશ
કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં સારા એ સ્વીકાર કર્યો હતો કે તેમનો કાર્તિક પર ક્રશ છે અને તે તેમની સાથે ડેટ પર જવા ઈચ્છે છે. જોકે બાદમાં રિપોર્ટસ અનુસાર તેમનો સંબંધ તૂટી ગયો હતો અને ઈન્સ્ટાગ્રામ પર બંનેએ એકબીજાને અનફોલો પણ કરી દીધા હતા.
તાજેતરમાં બંને સાથે સ્પોટ થયા
મુંબઈમાં એક એવોર્ડ ફંક્શનમાં ચેટ કરતા બંનેને જોવામાં આવ્યા હતા. સોશ્યલ મીડિયા પર જે તસવીર વાયરલ થઈ તેમાં બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે અને ઘણા સામાન્ય જોવા મળી રહ્યા છે. કાર્તિક આર્યન અને સારા અલી ખાનની આ તસવીર સામે આવ્યા બાદ ફેન્સ એકવાર ફરી તેમને ફિલ્મમાં જોવા માટે ઉત્સુક છે.
કાર્તિક-સારાનુ વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન પોતાની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 આજે જ રિલીઝ થઈ છે. કાર્તિક આર્યન આ ફિલ્મ સિવાય ફ્રેડી, શહેજાદા અને સાજિદ નડિયાદવાલાની એક ફિલ્મમાં કામ કરતા જોવા મળશે. સારા અલી ખાન ફિલ્મ ગેસલાઈટમાં વિક્રાંત મેસી સિવાય લક્ષ્મણ ઉતરેકરની ફિલ્મમાં વિકી કૌશલની સાથે જોવા મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ
- 145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે
- Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન
- યુવતીને રોડ પર ઉભી રાખીને કિસ કરવાની કરી માંગ, ના પાડતા કર્યુ શરમજનક કૃત્ય