Last Updated on March 6, 2021 by Pritesh Mehta
કોંગ્રેસ સાંસદ અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કોંગ્રેસ હાઈકમાનને અપીલ કરી છે કે, કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીને કન્યાકુમારી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવા જોઈએ. આ માટે કાર્તિએ રાજ્યની ચૂંટણી કમિટીને આવેદન પણ આપ્યું છે. ઉલ્લેખની છે કે, કન્યાકુમારી લોકસભા બેઠક પર 6 એપ્રિલના પેટાચૂંટણી યોજાશે. આ દિવસે વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થશે.

કાર્તિ ચિદમ્બરમે પ્રથમવાર આ માંગ કરી નથી. શિવગંગાથી સાંસદ કાર્તિએ આ અગાઉ પણ પ્રિયંકાને ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી હતી. ગત વર્ષે કાર્તિએ પ્રિયંકાને તામિલનાડુથી લોકસભા ઉમેદવાર જાહેર કરવાની વાત કરી હતી. કાર્તિનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કેરળમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી પણ અહીં ચૂંટણી પ્રચારમાં લાગેલી છે. પ્રિયંકા તાજેતરમાં ચૂંટણીને ધ્યાને રાખી આસામના પ્રવાસે હતી અને રાહુલ ગાંધી પુડુચેરી, કેરળ અને તામિલનાડુના પ્રવાસે હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
- હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક
- આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર
