GSTV
Home » News » દેવું કરીને 10 કરોડ કરાવ્યા જમા, વ્યાજ ભરી રહ્યો છું છતાં સુપ્રીમે આપ્યો આ ઝટકો

દેવું કરીને 10 કરોડ કરાવ્યા જમા, વ્યાજ ભરી રહ્યો છું છતાં સુપ્રીમે આપ્યો આ ઝટકો

પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કાર્તિની એ અરજી ફગાવી જેમા રજિસ્ટ્રી પાસે જમા કરાવવામાં આવેલા ૧૦ કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હતી. આ રકમ કાર્તિ ચિદમ્બરેમે વિદેશ જવાની શરતના આધારે કોર્ટમાં જમા કરાવી હતી.

કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયાધીશ અનિરૂદ્ધ બોસની ખંડપીઠે કહ્યુ કે, તેઓ પોતાના મત વિસ્તારમાં વધારે ધ્યાન આપે. કાર્તિ મની લોન્ડ્રિંગ મામલે ઈડી દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસનો સામનો કરી રહ્યા છે. કોર્ટમાં કાર્તિએ 10 કરોડ રૂપિયા દેવું લઈને જમા કરાવ્યા હતા.

જેથી તેમણે દાવો કર્યો કે, આ રકમનું વ્યાજ ભરવામાં આવી રહ્યુ છે. જેથી કોર્ટમાં જમા કરાવવામાં આવેલી રકમને પરત કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે, સાતમી મેના રોજ સુપ્રીમ કોર્ટે કાર્તિને અમેરિકા, જર્મની અને સ્પેનની યાત્રા માટે મ મંજૂરી આપી હતી.  અને 10 કરોડ રૂપિયા જમા કરાવવાના આદેશ આપ્યા હતા.

Read Also

Related posts

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!