GSTV
Home » News » દૂધમાં ભગવાનનો ભાગ : આંગણવાડીના બાળકો સુધી ૫હોંચે છે અમૃત

દૂધમાં ભગવાનનો ભાગ : આંગણવાડીના બાળકો સુધી ૫હોંચે છે અમૃત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કરોલ ગામમાં દૂધની ડેરીમાં ભગવાનો ભાગ પાડવાની શરૂઆત કરવામાં આવી છે. જાણીને નવાઈ લાગે, પણ વાત એમ છે કે ભગવાનો ભાગ નામે દૂધ જે એકઠું થશે તે આંગણવાડીના બાળકોને અપાશે. કરોલ ગામમાં ડેરીમાં દૂધ ભવા આવતા ગ્રાહકો દૂધ ભરતાં પહેલા ભગવાનના ભાગ રૂપે દૂધનો કેટલોક ભાગ અલગ કાઢવામાં આવી રહ્યો છે. અને આ દૂધ ડેરી સંચાલકો આ દૂઘ આંગણવાડીના બાળકો સુધી પહોંચતુ કરે છે. બાળકો કુપોષિત ન રહે અને તેવા ઉદ્દેશ્યથી આ સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. ત્રણ મહિના પહેલા મામલતદારે ગામના સરપંચ, ઉપસરપંચ અને ડેરી સંચાલક સાથે વાતચીત કરીને આ સેવાયજ્ઞની શરૂઆત કરાવી. જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.

 

Related posts

વડોદરામાં કેસડોલની સહાય ન મળતા કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટર કટેરી બહાર પુર પીડિતોના દેખાવો

Mansi Patel

ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક પર મુકાયો પ્રતિબંધ, પકડાશો તો થશે આટલો દંડ

Nilesh Jethva

વારાહી : રૂપિયા રિકવર કરવા તંત્રએ ગૌશાળાને આપી નોટિસ, સંચાલકોએ લીધો આ ચોંકાવનારો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!