GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

બ્રિટનમાં ‘પદ્માવતી’ રિલિઝ કરનાર થિયેટરોને આગ ચાંપવાની કરણી સેનાની ચીમકી

એક તરફ જ્યાં દેશભરમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી વિવાદો વચ્ચે ઘેરાયેલી છે તેવામાં બ્રિટીશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશન (બીબીએફસી) દ્વારા પદ્માવતીને સર્ટિફિકેટ આપવામાં આવ્યા બાદ આ ફિલ્મ બ્રિટનમાં રિલિઝ થશે. જો કે ફિલ્મ નિર્માતાઓ એ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે આ ફિલ્મ પહેલા ભારતમાં રિલિઝ થશે, તેમ છતાં કરણી સેનાએ ધમકી આપી છે કે જો આ ફિલ્મ બ્રિટનમાં ક્યાંય પણ રિલિઝ કરવામાં આવશે તો ત્યાંના સિનેમાઘરોમાં આગ ચાંપી દેવામાં આવશે. કરણી સેનાના નેતા સુખદેવ સિંહે જણાવ્યું કે બ્રિટનના જે થિયેટરમાં આ ફિલ્મ રિલિઝ કરવામાં આવશે તેને કરણી સેના ફૂંકી નાંખશે. બ્રિટનમાં રાજપૂત સમાજના અધ્યક્ષ મહેન્દ્ર સિંહ જાડેજાએ કહ્યું કે ‘આ ફિલ્મ આપણા ઇતિહાસ, સંસકૃતિ અને પરંપરાઓને તોડી-મરોડીને રજૂ કરે છે અને ભારતમાં જ્યારે અનેક રાજ્યોમાં આ ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે ફિલ્મ નિર્માતાઓ આ ફિલ્મને બ્રિટનમાં રિલિઝ કરીને ચાલાકી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.’ દીપીકા પાદુકોણ અને રણવીર સિંહ અભિનીત આ ફિલ્મનો ભારતમાં સખત વિરોધ થઇ રહ્યો છે તેથી નિર્માતાઓએ આ ફિલ્મની રિલિઝ ડેટ મુલતવી રાખી છે.

Related posts

સુશાંતને યાદ કરીને આ એક્ટ્રેસે ઇમોશનલ કવિતા દ્વારા દર્દ દર્શાવ્યું, તોડી નાંખ્યો આંસુઓનો ભ્રમ

Harshad Patel

કરણ જોહરનું નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, આ હસ્તીઓ કરી રહ્યા છે તેને ફોલો

Harshad Patel

સુશાંતના કેસમાં સલમાન ખાનની પૂછપરછ થશે કે નહીં?, મુંબઈ પોલીસે કર્યો આ ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!