GSTV
Home » News » કરણી સેનાની ઘોષણા, ભણસાલીની માતા પર બનાવશે ફિલ્મ ‘લીલા કી લીલા’!

કરણી સેનાની ઘોષણા, ભણસાલીની માતા પર બનાવશે ફિલ્મ ‘લીલા કી લીલા’!

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી આખરે રિલિઝ થઇ ગઇ છે પરંતુ રાજપૂત કરણી સેનાએ ભણસાલી પાસેથી બદલો લેવા માટે એક અલગ જ યોજના બનાવી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર કરણી સેનાએ ઘોષણા કરી છે કે તે હવે ભણસાલીની માતા પર આધારિત ફિલ્મ બનાવશે. ગૂરૂવારે ચિત્તોડગઢમાં કરણીસેનાએ ઘોષણા કરી કે અમારી ફિલ્મનું નામ ‘કી લીલા’ હશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર ભણસાલીની માતાનું નામ લીલી છે. ચિત્તોડગઢની શ્રી રાજપૂત કરણીસેનાના કલ્વી દળના જિલ્લા અધ્યક્ષ ગોલિંદ સિંહ ખંગરોટે કહ્યું કે ફિલ્મનું નામ ‘લીલા કી લીલા’ હશે અને તેની સ્ટોરી તૈયાર થઇ રહી છે.

ગોવિંદ સિંહે જણાવ્યું કે સંજય લીલા ભણસાલીએ મા પદ્મીનીના સન્માનને નુકસાન પહોંચાડ્યું છે તેથી અને પણ ફિલ્મ બનાવી રહ્યાં છીએ. જો કે આ ફિલ્મ એવી હશે, જેના પર ભણસાવીને ગર્વ થશે.

કરણીસેનાના ધમપછાડા છતાં ગઇકાલે આ ફિલ્મ દેશભરમાં રિલિઝ થઇ ગઇ છે અને દિપિકાના ફેન્સે ફિલ્મની ટિકિટ સાથે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. એક ફેસબુક યુઝરે આ ફિલ્મને થિયેટર માંથી જ લાઇવ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનો કરણી સેના દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો જેના કારણે આ ફિલ્મની રીલીઝ ટળી રહી હતી. જો કે હિંસા ભડકાવવામાં આવ્યા બાદ પણ આ ફિલ્મને દર્શકો જોવા જઇ રહ્યાં છે અને દર્શકોને આ ફિલ્મ પસંદ પણ આવી રહી છે.

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

ધર્મગુરૂ ઝાકીર નાઇકને મની લોન્ડરિંગ મામલે ફટકાર, EDએ દાખલ કરી આ અરજી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!