GSTV
Home » News » પદ્માવતી ફિલ્મ વિવાદ: કરણી સેનાએ બદલ્યુ વલણ, રોયલ ફેમિલી મેવાડ પર છોડ્યો નિર્ણય

પદ્માવતી ફિલ્મ વિવાદ: કરણી સેનાએ બદલ્યુ વલણ, રોયલ ફેમિલી મેવાડ પર છોડ્યો નિર્ણય

ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહેલી કરણી સેના હવે પોતાનું વલણ બદલાતી દેખાઈ રહી છે. કરણી સેનાએ હવે નિર્ણય રોયલ ફેમિલી મેવાડ પર છોડયો છે. કરણી સેનાનું કહેવું છે કે જો મેવાડનો રાજપરિવાર ફિલ્મને જોયા બાદ તેમા કંઈપણ વાંધાજનક નહીં હોવાનું કહેશે. તો આ વિરોધને સમાપ્ત કરી દેવામાં આવશે.

આ પહેલા ચિત્તોઢગઢના રાજા રાવલ રતનસિંહના વંશજ અરવિંદ સિંહ મેવાડે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં પદ્માવતી ફિલ્મ પરના વિવાદમાં મધ્યસ્થતાની ભૂમિકા માટે પક્ષ રજૂ કર્યો હતો. અરવિંદસિંહ મેવાડે કહ્યુ હતુ કે જો સંજય લીલા ભંસાલી ઈચ્છતા હોય, તો પદ્માવતી ફિલ્મના વિવાદમાં તેઓ મીડિએટરની ભૂમિકા અદા કરી શકે છે.

પદ્માવતી ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યા હોવાના દાવા સાથે ફિલ્મનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આને લઈને રાજકીય હલચલ પણ દેખાઈ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા ઘણી રાજ્ય સરકારોએ ફિલ્મના રિલિઝિંગ મામલે હાથ પાછા ખેંચી લીધા છે.

ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સરકારે પદ્માવતીની રિલિઝ પર રોક લગાવી છે. તો મહારાષ્ટ્ર સરકાર પર પદ્માવતી ફિલ્મના રિલિઝ મામલે હાલ વિચારણા કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે ભારતમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે પદ્માવતી ફિલ્મને યુનાઈટેડ કિંગ્ડમમાં નિર્ધારીત તારીખ પહેલી ડિસેમ્બરે તેની રિલિઝ થઈ રહી છે.

Related posts

ટીમ ઇન્ડિયાનો નવો અવતાર, નામ-નંબર વાળી જર્સી સાથે પહેલીવાર ટેસ્ટ રમશે ‘વિરાટ બ્રિગેડ’

Bansari

રાજનીતિનું બદલાપુર? જ્યારે ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલમાં ગયા હતાં, અને હવે?

Riyaz Parmar

પાકિસ્તાનના ICJ જવાના નિર્ણય પર સૈયદ અકબરૂદ્દીને આપ્યો પડકાર, જ્યા ઈચ્છે ત્યાં લડવા માટે તૈયાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!